• Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • A School Van Overturned In Gandhinagar After It Was Hit By An Overflowing Bus, There Was An Uproar Among Students, 8 Children Of A Central School Were Injured, One Seriously.

અકસ્માતના લાઇવ CCTV:ગાંધીનગરમાં પૂરપાટ જતી બસની ટક્કરથી સ્કૂલવાન પલટી, વિદ્યાર્થીઓમાં બૂમાબૂમ, કેન્દ્રીય સ્કૂલનાં 10 બાળક ઈજાગ્રસ્ત, એક ગંભીર

ગાંધીનગર2 મહિનો પહેલા

ગાંધીનગરના ચ-6 સર્કલ પાસે આજે સવારના ખાનગી બસની ટક્કરથી સ્કૂલવાન પલટી જતાં 10 બાળકને નાનીમોટી ઈજાઓ થવા પામી છે, જે પૈકી એક બાળકને ગંભીર હાલતમાં અમદાવાદ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું છે. વહેલી સવારના સમયે આખો રોડ ખાલી હોવા છતાં માતેલા સાંઢની માફક બસની ટક્કરથી સ્કૂલવાન પલટી જતાં બાળકોની ચિચિયારીઓથી વાતાવરણ ગુંજી ઊઠયું હતું. અકસ્માતના પગલે મેયર હિતેશ મકવાણાએ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી.

ચ-6 સર્કલ પર અકસ્માત થયો.
ચ-6 સર્કલ પર અકસ્માત થયો.

એક બાળકની હાલત ગંભીર
ગાંધીનગરના ચ-6 સર્કલ પર આજે સવારના ખાનગી બસના ચાલકે પોતાની બસ પૂરપાટ ઝડપે હંકારીને સ્કૂલવાનને ધડાકાભેર ટક્કર મારતાં વાન પલટી ગઈ હતી. સ્કૂલવાનમાં 12 બાળક હતાં, જેમાંથી 10ને શરીરે નાનીમોટી ઈજાઓ થવા પામી છે. તેમને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં છે, જે પૈકી એકની હાલત ગંભીર જણાતાં તેને વધુ સારવાર અર્થે અમદાવાદ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યારે એકને હાઇટેક અને એકને કેડી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. મહત્વનું છે કે, સ્કૂલવાનમાં સીએનજી કિટ ફીટ કરેલી હતી. જો અકસ્માતમાં સીએનજી ટેન્કમાં બ્લાસ્ટ થયો હોત તો મોટી જાનહાનિ થવાની સંભાવના નકારી શકાય એમ નથી.

ટક્કર એટલી જોરદાર હતી કે સ્કૂલવાન પડીકું વળી ગઈ.
ટક્કર એટલી જોરદાર હતી કે સ્કૂલવાન પડીકું વળી ગઈ.

બાળકોના વાલીઓ સિવિલ દોડી આવ્યા
આ અકસ્માતના પગલે રાહદારીઓ દોડી આવ્યા હતા અને બાળકોને ઈજાગ્રસ્ત હાલતમાં બહાર કાઢ્યાં હતાં. ઈજાગ્રસ્ત બાળકોને ગાંધીનગર સિવિલ લઈ જવાતાં તેમના વાલીઓ પણ સિવિલ દોડી આવ્યા છે. હાલમાં તમામ ઈજાગ્રસ્ત બાળકોની સારવાર ચાલી રહી છે. આ બાળકો સેકટર - 23 કેન્દ્રીય વિદ્યાલયનાં બાળકો છે અને બસના ડ્રાઇવરની ધરપકડ કરી લઈ પોલીસ વધુ તપાસ કરી રહી છે.

રાહદારીઓએ બાળકોને સારવાર અર્થે ખસેડ્યા.
રાહદારીઓએ બાળકોને સારવાર અર્થે ખસેડ્યા.

અગાઉ પણ એક સ્કૂલવાન પલટી હતી
ગાંધીનગરના માર્ગો પર ઓવરલોડ બાળકોને ભરીને દોડતી સ્કૂલવાન સામે તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે. ટ્રાફિક-પોલીસ પણ આ મામલે કુંભકર્ણની નિદ્રામાં પોઢી જતાં સ્કૂલવાન અને રિક્ષામાં બાળકોને ઘેટાં-બકરાંની માફક ભરવામાં આવી રહ્યાં છે. થોડા વખત અગાઉ પણ એક સ્કૂલવાન પલટી જવાની ઘટના પ્રકાશમાં આવી હતી. ત્યારે આજે ખાનગી બસની ટક્કરથી સ્કૂલવાન પલટી ગઈ છે.

અન્ય સમાચારો પણ છે...