તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:PI સામેની ફરિયાદ મુદ્દે મહિલા આયોગ દ્વારા અહેવાલ મંગાવાયો

ગાંધીનગર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ફરિયાદ બાદ પોલીસ વડાએ પીઆઇનો ઉધડો લીધો
  • જિલ્લા પોલીસ વડાને એક સપ્તાહમાં અહેવાલ મોકલવા આયોગને ફરમાન કર્યું, અહેવાલની તપાસ કરવામાં આવશે

ગાંધીનગરના રંગીન મિજાજના પીઆઇ દ્વારા સાથી મહિલા કોન્સ્ટેબલ સાથે સબંધ બનાવવા ગમતા હતા. જેને લઇને એક મહિલા કોન્સ્ટેબલ દ્વારા આ બાબતે રોષ વ્યક્ત કરતા જિલ્લા પોલીસ વડાને લેખિત ફરિયાદ કરવામા આવી હતી. હવે આ બાબતે રાજ્ય મહિલા આયોગ દ્વારા એક સપ્તાહમાં અહેવાલ માગવામા આવ્યો છે. ગાંધીનગરના એક પોલીસ મથકમા ફરજ બજાવતા પીઆઇને મહિલાઓ સાથે વાતો કરવી અને તેમની સાથે મિત્રતા કેળવવી વધારે પસંદ છે. પીઆઇ પોતાની ચેમ્બરમાં મહિલા કર્મચારીઓને કારણ વિના ઉભી રાખતા હતા.

સમગ્ર પોલીસ સ્ટેશનનો સ્ટાફ હેરાન પરેશાન થઇ ગયો હતો. પરંતુ આ પીઆઇ સામે ફરિયાદ કરે કોણ ? તે બાબતે અનેક સમસ્યાઓ સામે આવતી હતી. પરંતુ એક મહિલા કર્મચારીએ આ બાબતે ના છુટકે જિલ્લા પોલીસ વડાને લેખિત ફરિયાદ કરી હતી. જેને લઇને પોલીસ વડાએ પીઆઇનો ઉધડો લઇ નાખ્યો હોવાની પણ માહિતી સૂત્રો પાસેથી મળી હતી. રાજ્યમા મહિલાઓ માટે કામગીરી કરતા મહિલા આયોગ દ્વારા હવે આ બાબતે તપાસ કરવામા આવી રહી છે. મહિલા આયોગના અધ્યક્ષા લીલાબેન અંકોલીયાએ કહ્યુ હતુ કે, આ બાબતે માહિતી મળી છે.

પોલીસ મથકમા મહિલા કોન્સ્ટેબલને ખોટી રીતે હેરાન કરવામા આવે તે યોગ્ય નથી. જેને લઇને અમે જિલ્લા પોલીસ વડા પાસે તપાસ અહેવાલ માગ્યો છે, અહેવાલ આવ્યા બાદ અમારા દ્વારા પણ આ બાબતની ગંભીરતા રાખીને તપાસ કરવામા આવશે. ઉલ્લેખનિય છેકે, રાજ્યમાં મહિલાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને જ દારૂબંધીમાં છુટ અપાતી નથી. ત્યારે આ પ્રકારે મહિલાઓ સામે અધિકારી દ્વારા જોવામા આવે તે યોગ્ય નથી.

અન્ય સમાચારો પણ છે...