દારૂની હેરાફેરી:અડાલજ, રક્ષાશક્તિ સર્કલ, ચિલોડા, બસ મથકમાંથી દારૂનો જથ્થો ઝડપાયો

ગાંધીનગર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • LCB સહિત પોલીસે દારૂ બિયરના જથ્થા સહિત 7.70 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

ગાંધીનગરની પોલીસે વિવિધ વિસ્તારમાંથી 24 કલાકમા 1.62 લાખનો દારુ અને બિયરનો જથ્થો ઝડપી લીધો છે. જેમા ચિલોડાના ચંન્દ્રાલા પાસેથી, એલસીબીએ રક્ષા શક્તિ સર્કલ પાસેથી, અડાલજ અન્નપૂર્ણા સર્કલ પાસેથી અને તારાપુરમાંથી દારૂ પકડી કાર્યવાહી કરી હતી. જ્યારે 7.70 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામા આવ્યો હતો. અડાલજ પોલીસે નાઇટ પેટ્રોલીંગ દરમિયાન અડાલજ અન્નપૂર્ણા સર્કલ પાસે એક કાર અકસ્માત ગ્રસ્ત પડી હતી. જેની તપાસ કરતા અંદર કોઇ જોવા મળ્યુ ન હતુ. પરંતુ કારમાંથી દારૂની બોટલ 9, ક્વોટરીયા 196, બિયરના ટીન 74, કાર સહિત 2,28,496નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જ્યારે અકસ્માત કરી ભાગી ગયેલા ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.ચિલોડા પોલીસ ચંન્દ્રાલા પાસે વાહન ચેકીંગ કરી રહી હતી. તે દરમિયાન હિંમતનગર તરફથી આવેલી ખાનગી ટ્રાવેલ્સ ચેક કરતા શ્વેતાંગ રવિન્દ્રભાઇ નગીનભાઇ દુધિયા (મોદી) (રહે, વૈદ ખડકી, અમદાવાદ) પાસે રહેલા થેલામાંથી વિવિધ બ્રાન્ડની દારૂની 25 બોટલ મળી આવતા પોલીસે દારુ સાથે પકડાયેલા યુવકની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી..

લોકલ ક્રાઇમ બ્રાન્ચ ટીમ પેટ્રોલીંગ કરતી હતી. તે સમયે રક્ષા શક્તિ સર્કલ પાસે કારની તપાસ કરતા પાછળની સીટમાંથી દારૂની 129 બોટલ, બિયરના 24 ટીન સહિત કુલ 4,74,920નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જ્યારે કારમા દારૂ લઇને આવનાર અક્ષય ઘટુલાલ રામજી પંડવાલા અને લીલારામ ઉર્ફે નિલેશ હગારામજી પંડવાલા (બંને રહે, પાલપાદર રાજસ્થાન)ને ઝડપી લીધા હતા. ડભાચાથી દારૂ મોકલનાર સુભાષ કલાલ અને ઇશ્વરસિંહ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

ગાંધીનગર એસટી બસ મથકમા ગુર્જરનગરી એક્સપ્રેસ બસ દાહોદથી ગાંધીનગર આવી હતી. બસમા બેગ મળી હતી. તપાસ કરતા બિયરની 12 બોટલ મળતા સેક્ટર 7 પોલીસ મથકમા અજાણ્યા વ્યક્તિ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.તારાપુરમા ગ્રામ પંચાયત પાછળ રહેતા સંજય રમણજી ઠાકોર ઘરમાં દારૂ રાખી છુટક વેપાર કરતો હોવાનુ જાણવા મળતા પોલીસે બુટલેગરના ઘરે તપાસ કરતા પાછળના રૂમમા દારૂના 130 નંગ ક્વોટરીયા અને 44 નંગ બિયરના ટીન મળ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...