તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઈમબ્રાન્ચ ઇન એક્શન:વાસણીયા મહાદેવ તળાવ પાસે અવાવરુ ઘરનાં બાથરૂમમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

ગાંધીનગર10 દિવસ પહેલા
 • કૉપી લિંક
ગાંધીનગર ક્રાઈમ બ્રાન્ચે રાત્રી દરમિયાન પેટ્રોલિંગમાં અવાવરા ઘરમાંથી દારૂનો જથ્થો કબજે કર્યો - Divya Bhaskar
ગાંધીનગર ક્રાઈમ બ્રાન્ચે રાત્રી દરમિયાન પેટ્રોલિંગમાં અવાવરા ઘરમાંથી દારૂનો જથ્થો કબજે કર્યો
 • રાત્રી દરમિયાન પેટ્રોલિંગમાં ક્રાઈમ બ્રાંન્ચે દરોડો પાડ્યો, 55 હજારનો મુદ્દામાલ જપ્ત
 • મકાન માલિક અને બુટલેગરને પકડવા ક્રાઈમબ્રાંચે પોતાના ચક્રો ગતિમાન કર્યા

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઇને ગાંધીનગર જિલ્લામાં દારૂબંધીની કડક અમલવારી કરાવવામાં આવી રહી છે. ત્યારે ગાંધીનગરના વાસણીયા મહાદેવના તળાવ પાસે આવેલા એક અવાવરા ઘરમાંથી ગાંધીનગર ક્રાઈમ બ્રાન્ચની ટીમે દારૂનો જથ્થો કબજે કર્યો છે. મધરાત્રીએ આ ઘરમાં દરોડો પાડીને બાથરૂમમાં સંતાડેલી 5 બિયરની પેટી તેમજ 6 વિદેશી દારૂની પેટીના જથ્થા સાથે મોબાઈલ ફોનને ક્રાઈમબ્રાન્ચની ટીમે ઝબ્બે કરી હતી. જેમાં કુલ 55 હજારનો મુદ્દામાલ તેમણે કબજે કરીને બુટલેગર અને મકાનના માલિકને પકડવાની કવાયત ક્રાઈમ શરૂ કરાઈ છે.

અવાવરા ઘરમાં ક્રાઈમ બ્રાન્ચનો દરોડો
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઇને જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ ગાંધીનગરમાં દારૂબંધીની કડક અમલવારી કરાવવા તાબાના અધિકારીઓને ખાસ સુચના આપી છે. અત્યારે ગાંધીનગર ક્રાઈમ બ્રાન્ચનાં પીએસઆઇ વી. કે રાઠોડ પોતાની ટીમ સાથે સોમવારની રાત્રી દરમિયાન પેટ્રોલિંગમાં નીકળ્યા હતા. તે દરમિયાન એએસઆઇ રણજીતસિંહ સરદાર સિંહને બાતમી મળી હતી કે, વાસણીયા મહાદેવમાં રહેતાં સંજયસિંહ ઉર્ફે બોડો કરણસિંહ વાઘેલાએ તળાવ પાસે આવેલા તેનાં સબંધી પ્રવિણસિંહ વાઘેલાના એક અવાવરા ઘરમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખ્યો છે. જેના પગલે ક્રાઇમ બ્રાન્ચની ટીમ બાતમીમાં જણાવેલી જગ્યાએ તાત્કાલિક દોડી ગઇ હતી.

96 વિસ્કીની અને 118 બીયરની બોટલ કબજે
શરૂઆતમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમી મુજબ અવાવરા ઘરની આસપાસ ભેંસો બાંધવાની જગ્યા ચકાસી હતી. પરંતુ તપાસ દરમિયાન કશું હાથમાં આવ્યું ન હતું. ત્યારબાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે અવાવરા ઘરમાં પ્રવેશીને તપાસ કરી હતી. જે ઘરમાં ઘણો સામાન પેક કરીને મૂકવામાં આવ્યો હતો, જેના પર ધૂળની ડમરીઓ જામી ગઈ હતી. ક્રાઈમબ્રાન્ચની ટીમે વિદેશી દારૂનો જથ્થો શોધી કાઢવા માટે આ તમામ સામાનની પણ તલાશી લીધી હતી. આખરે ધૂળિયા ઘરના બાથરૂમમાંથી 32 હજાર કિંમતની જુદી-જુદી બ્રાન્ડની વિસ્કીની 96 બોટલો સહિત 17 હજારની કિંમતની 118 બીયરની બોટલો કબજે કરી લીધી હતી. આ કાર્યવાહીમાં તેમમે 5 હજારની કિંમતનો મોબાઇલ ફોન પણ મળી આવ્યો હતો, જેના આધારે તપાસને સારી દિશા મળી હતી.

કુલ 55 હજારનો મુદ્દામાલ જપ્ત
આ દરોડા અંગે ક્રાઇમ બ્રાંચના પી.એસ.આઇ વી કે રાઠોડે જણાવ્યું હતું કે, વાસણીયા સંજયસિંહ કરણસિંહ વાઘેલાએ તેના સંબંધી પ્રવિણસિંહ વાઘેલાના ઘરે વિદેશી દારૂનો જથ્થો સંતાડ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચની રેડ દરમિયાન સંજયસિંહ ઉર્ફે બોડો અંધારાનો લાભ લઇ ફરાર થઈ ગયો હતો. હાલમાં વિદેશી દારૂનો જથ્થો તેમજ મોબાઇલ ફોન મળી કુલ રૂપિયા 55 હજારનો મુદ્દામાલ જપ્ત કરી સંજય સિંહ તેમજ મકાન માલિક પ્રવિણસિંહ વિરુદ્ધ ગુનો નોંધી બંનેને ઝડપી લેવા ચક્રો ગતિમાન કરાયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો