તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • A Quantity Of Foreign Liquor Was Seized From A Car Near Sector 30 Sabarmati Bridge In Gandhinagar, Along With Three Bootleggers Worth Rs. 2.25 Lakh Seized

કાર્યવાહી:ગાંધીનગરના સેકટર-30 સાબરમતી પુલ નજીકથી કારમાંથી વિદેશી દારૂ જથ્થો ઝડપાયો, ત્રણ બુટલેગરો સહિત રૂ. 2.25 લાખનો મુદ્દામાલ જપ્ત

ગાંધીનગર8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રૂ. 25 હજાર 630નો વિદેશી દારૂ તેમજ રૂ. બે લાખની કાર જપ્ત કરાઇ

ગાંધીનગરના સેકટર-30માં સાબરમતી પુલ નજીક જીઈબીના કટ પાસેથી પૂર્વ બાતમીના આધારે કારમાં વિદેશી દારૂની હેરફેર કરનાર ત્રણ આરોપીઓને ઝડપી લઈ સેકટર-21 પોલીસે રૂ. 2.25નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ગાંધીનગર જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા શહેરમાં વધી રહેલી વિદેશી દારૃની હેરાફેરી પર અંકુશ મેળવવા સૂચનાઓ આપવામાં આવેલી છે. જેનાં પગલે સેકટર-21 પોલીસ મથકના ઈન્સ્પેક્ટર એમ.બી. ભરવાડ દ્વારા સ્ટાફના માણસોને એક્ટિવ કરી પેટ્રોલીંગ વધારી દેવામાં આવ્યું હતું. ત્યારે સેકટર-21 પોલીસને બાતમી મળી હતી કે, ચીલોડા સર્કલ તરફથી સફેદ કલરની કાર (નંબર GJ-18-BK-5624)માં કેટલાક યુવકો વિદેશી દારૂ ભરીને ગાંધીનગરમાં પ્રવેશવાનાં છે.

બાતમીના આધારે પોલીસ કાફલો સેકટર-30 સાબરમતી પુલ તરફ જીઈબી કટ પાસે વોચમાં ગોઠવાઈ ગયો હતો. તે દરમિયાન બાતમી મુજબની કાર દૂરથી દેખાતા પોલીસ ટીમ એલર્ટ થઈ ગઈ હતી. જેને કોર્ડન કરીને આંતરી લેવામાં આવી હતી. પોલીસે કારમાં સવાર ત્રણેય યુવાનોને કારમાંથી ઉતારીને પૂછપરછ શરૂ કરતાં તેમણે પોતાના નામ રમણ દોલાભાઈ પગી (રહે. પગીફળી, ખાડીવાવ, મેઘરજ, અરવલ્લી), અપૂર્વ દુર્ગેશભાઈ પટેલ (રહે. મકાન નંબર-17,શ્રીનાથ સોસાયટી, પેથાપુર) તેમજ રમેશ ફુલાભાઈ કટારા (રહે, પોટા ફળિયું, મેઘરજ, અરવલ્લી) હોવાની કબૂલાત કરી હતી.

બાદમાં પોલીસે કારની તલાશી લેતાં કારમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની વિસ્કી તેમજ બિયરનો જથ્થો મળી આવ્યો હતો. આથી પોલીસે દારૂના જથ્થાની કિંમત રૂ. 25 હજાર 630 તેમજ કારની કિંમત રૂ. બે લાખ આંકીને કુલ રૂ. બે લાખ 25 હજાર 630નો મુદ્દામાલ જપ્ત કરી ત્રણેય યુવકો વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને તેમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...