તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:ખડાત ગામમાં જમીનમા દાટી દીધેેલો બીયરનો જથ્થો ઝડપાયો

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગાંધીનગર એલસીબીની ટીમે પાડેલી રેડમાં
  • 25 હજારના બિયરના ટીન પકડાતા કાર્યવાહી કરાઈ

ગાંધીનગર LCB દ્વારા માણસાના ખડાત ગામમાંથી જમીનમા દાટીને સંતાડાયેેલો બિયરનો જથ્થો ઝડપી પાડવામા આવ્યો હતો. પોલીસે 177 નંગ ટીન પકડી બુટલેગર સામે કાર્યવાહી હાથ ધરી હતી. ખડાત ગામમા સંગ્રામસિંહ તલસિંહ રાઠોડ (રહે, આશ્રમ ચોકડી મહુડી રોડ, ખડાત)ના ઘર આગળ ખુલ્લી જગ્યામા જમીનમા દાટીને બિયરનો જથ્થો સંતાડવામા આવ્યો હતો.

પોલીસે બાતમીના આધારે બિયરના 177 ટીન કિંમત 25940ની બિયર જપ્ત કરી હતી. જ્યારે બુટલેગર પોલીના હાથમા આવ્યો ન હતો. તે ઉપરાંત એલસીબી દ્વારા પેથાપુર પોલીસ મથક વિસ્તારમા 3 કેસ કરી 18 લીટર દેશી દારૂ જપ્ત કરી લેવામા આવ્યો હતો.

ST બસમાંથી 5000નો દારૂ મળ્યો
ચંન્દ્રાલા પાસે ઉદેપુરથી ભાવનગર રૂટની ગુજરાત એસટી બસ આવતા તેમા ચેકીંગ કરાતા પેસેન્જર રજનીશ ઉર્ફે બાબા સુખવીરસિંહ યાદવ (રહે, ગુલાબપુર ઉત્તરપ્રદેશ, હાલ રહે, ભાર્ગવ સોસાયટી, રામેશ્વર અમદાવાદ) પાસેથી થેલામાંથી 12 નંગ દારૂની બોટલ કિંમત 5460 મળતા પોલીસે આરોપીની ધરપકડ કરી પ્રોહિબિશનનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...