તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:શેરથા પાસે કારમાંથી 144 બોટલ દારૂ અને બીયરનો જથ્થો પકડાયો

ગાંધીનગર20 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • અડાલજ પોલીસે 5.71ના મુદ્દામાલ સાથે 2ને પકડ્યા

અમદાવાદ-મહેસાણા હાઈવે પર શેરથા કટ પાસે કારમાંથી દારૂની 144 બોટલ અને બીયરના 144 ટીન પોલીસે પકડી પાડ્યા હતા.

અડાલજ પીઆઈ ડી. એ. ચૌધરીને દારૂની હેરાફેરી અંગે બાતમી મળી હતી. જેના આધારે પોલીસે બુધવારે રાત્રે શેરથા પાસે પોલીસે વોચ ગોઠવી હતી. આ સમયે સફેદ એક્સયુવી ગાડી આવતા પોલીસે ગાડી રોકવાનો ઈશારો કરતાં ચાલકે ગાડી ભગાવતા પોલીસની ટીમે લાકડીઓ વડે ગાડીને રોકવાનો પ્રયત્ન કરતાં ગાડીનો કાચ તૂટી ગયો હતો. પોલીસે ગાડીને કોર્ડન કરીને ઝડપી લીધી હતી, જેમાં રાજસ્થાનના રાહુલ ઉમેશસિંગ ખીચી ( જવરગાવ) તથા ગોમારામ ગોવરધનરામ જાટ (બાવડીકલ્લા) મળી આવ્યા હતા. પોલીસે ગાડીમાં ચેક કરતાં અંદરથી દારૂની 144 બોટલો અને બીયરના 144 ટીન મળ્યા હતા. દારૂ અંગે પૂછતાં આરોપીઓએ આબુ રોડથી નજીક ઓર ગામથી વિનોદ સિંધીના માણસો રાજેશ ચૌધરી અને અશોક પ્રજાપતિએ ગાડી ભરી આપી હોવાની કબૂલાત કરી હતી. દારૂનો જથ્થો અસલાલી જઈને ફોન કરીને પહોંચાડવાનો હતો.

બાઈક પર દેશી દારૂ લઈ જતો શખ્સ ઝડપાયો
ચિલોડા-હિંમતનગર હાઈવે પર ચંદ્રાલા પાસે બાઈક પર દેશીદારૂ લઈને નીકળેલો શખ્સ ઝડપાયો હતો. ચિલોડા પોલીસનો સ્ટાફ વાહન ચેકિંગમાં હતો ત્યારે બાઈક પર થેલો ભરાવીને શંકાસ્પદ રીતે એક શખ્સો આવ્યો હતો. તેને રોકીને થેલો ચેક કરતાં તેમાંથી દારૂ ભરેલી પ્લાસ્ટિકની 9 થેલીઓ મળી હતી, જેમાં 18 લીટર દેશીદારૂ હતો. બાઈક ચાલકનું નામ પૂછતાં તે પ્રાંતિજના સુખડ પોયડાવાસનો ઈલાજી કાળાજી મકવાણા હોવાનું સામે આવ્યું હતું. દારૂનો જથ્થો કોને આપવાનો છે તે અંગે પૂછતાં છાલા ગામે કાળીબેન અમરાજી ઠાકોરના ઘરે આપવાનો હોવાનું જણાવ્યું હતું. જેને પગલે પોલીસે 360ની કિંમતનો દેશદારૂ અને 15 હજારનું બાઈક કબ્જે લઈને બંને વિરૂદ્ધ ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો