તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:જિલ્લા પંચાયતના નવીન મકાન માટે સામાન્ય સભામાં દરખાસ્ત કરાશે

ગાંધીનગર7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સ્વભંડોળમાંથી 2.80 કરોડના વિકાસનાં કામોને 9મીએ લીલીઝંડી અપાશે
  • સત્તા સોંપણીની સાથે - સાથે જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા પંચાયતના પ્રમુખ માટે નવાં વાહનની ખરીદી બાબતે દરખાસ્ત કરાશે

ગાંધીનગર જિલ્લા પંચાયતની 9મી બુધવારે સામાન્ય સભા મળનારી છે. જેમાં નવીન મકાન માટેની દરખાસ્ત અને સ્વભંડોળમાંથી રૂપિયા 2.80 કરોડના વિકાસ કામોને બહાલી તારીખ 9મી, બુધવારે મળનારી જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં અપાશે. પ્રથમ સામાન્ય સભાની જેમ હોબાળો થાય નહી તે માટે જરૂરી તમામ પ્રકારની તૈયારી કરાઈ છે.ગાંધીનગર જિલ્લા પંચાયતને પોતાનું મકાન નહી હોવાથી હાલમાં ગાંધીનગર તાલુકા પંચાયતના મકાનમાં બેસવાની ફરજ પડી છે.

ત્યારે હાલમાં જિલ્લા પંચાયતમાં ભાજપનું શાસન હોવાથી પોતાના મકાન માટેની તમામ અડચણો દુર થઇ જશે તેવો આશાવાદ દિવ્ય ભાસ્કરે જિલ્લા પંચાયતની ચુંટણીના પરિણામ બાદ વ્યક્ત કર્યો હતો. તે સાર્થક થતો હોય તેમ તારીખ 9મી, બુધવારે પ્રમુખ દિલીપભાઇ પટેલના અધ્યક્ષસ્થાને મળનારી જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં જિલ્લા પંચાયતના નવીન મકાન માટેની દરખાસ્ત કરવામાં આવશે. નવીન મકાનની દરખાસ્તને બહુમતી કે સર્વાનુમતે મંજુર કરાશે તે તો આગામી સમય જ બતાવશે.

સ્વભંડોળમાંથી કરવામાં આવતા વિકાસ કામો સુચવવા અને તેમાં ફેરફારની સત્તા પ્રમુખ હસ્તક કરાશે. સત્તા સોંપણીની સાથે સાથે જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા પંચાયતના પ્રમુખ માટે નવીન વાહનની ખરીદી બાબતે દરખાસ્ત કરાશે. જ્યારે કોરોનાની બીજી લહેરમાં જિલ્લાના 286 ગામોમાં ઉભા કરાયેલા કોવિડ કેસ સેન્ટર માટે અનુદાન કરેલા રૂપિયા 42.90 લાખને બહાલી અપાશે. પરંતુ કોરોનાની સભંવિત ત્રીજી લહેરમાં ગ્રામ્ય વિસ્તારના લોકોને સ્થાનિકકક્ષાએ તાત્કાલિક અસરથી યોગ્ય સારવાર મળે તેના માટે કોઇ જ ગ્રાન્ટની ફાળવણી કે દરખાસ્ત કરાશે નહી તેમ એજન્ડામાં રજુ થયેલા મુદ્દા પરથી લાગી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...