આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની વિશેષ ઉપસ્થિતમાં ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી ખાતે ગુજરાત કેન્દ્રીય વિશ્વ વિદ્યાલયનો ચોથો દીક્ષાંત સમારોહ યોજાયો હતો. આ દીક્ષાંત સમારોહમાં પીએચ.ડી. અને એમફીલના 53 અનુસ્નાતક 146 અને સ્નાતકમાં 21 એમ કુલ 221 વિદ્યાર્થીઓને પદવી પ્રદાન કરવામાં આવી હતી.
આ ઉપરાંત 20 વિદ્યાર્થીઓને સીયુજી ચંદ્રક અને અર્થશાસ્ત્રમાં ચોથા સેમિસ્ટરમાં પ્રથમ આવનાર વિદ્યાર્થી વિદ્યા દેવી અગ્રવાલ સુવર્ણચંદ્રક અને ગુજરાતીમાં પ્રથમ આવનાર વિદ્યાર્થીને કવિ પિનાકીન ઠાકોરને સુવર્ણચંદ્રક પ્રદાન કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે કેન્દ્રીય વિશ્વ વિદ્યાલયના કુલાધિપતિ હરામુખ અઢિયા પણ ઉપસ્થિત રહ્યા હતા. આ 20 વિદ્યાર્થીઓને સીયુજી ચંદ્રક અને અર્થશાસ્ત્રમાં ચોથા સેમિસ્ટરમાં પ્રથમ આવનાર વિદ્યાર્થી વિદ્યા દેવી અગ્રવાલ સુવર્ણચંદ્રક અને ગુજરાતીમાં પ્રથમ આવનાર વિદ્યાર્થીને કવિ પિનાકીન ઠાકોરને સુવર્ણચંદ્રક પ્રદાન કરવામાં આવ્યો હતો.
આ દીક્ષાંત સમારોહની શરૂઆત દીક્ષાંત શોભાયાત્રાથી થઈ હતી. દીપપ્રાગટ્ય પછી વિશ્વવિદ્યાલયના કુલપતિ પ્રો. રમાશંકર દુબેએ મહાનુભાવોનું શાબ્દિકસ્વાગત કર્યું હતું. ત્યારબાદ કુલાધિપતિ હસમુખ અઢીયાએ દીક્ષાંત સમારોહની શરૂઆત કરવાની અને સ્નાતકોને પદવી પ્રદાન કરવાની ઘોષણા કરી હતી. ઉલ્લેખનીય છે કે ગુજરાત કેન્દ્રીય વિશ્વવિદ્યાલયના સ્થાયી પરિસરનો શિલાન્યાસ ભારતના માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરવામાં આવ્યો હતો. હાલ વડોદરા પાસે કુંઢેલા ગામે 100 એકર જગ્યામાં અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ આ પરિસરનું નિર્માણકાર્ય પૂર જોશમાં ચાલી રહ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.