માગણી:ઈમ્પેક્ટ ફીના કાયદા અંગે સ્પષ્ટતા કરવા માટે સરકારમાં રજૂઆત કરાઇ

ગાંધીનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • GEA એસો.ની ઈમ્પેક્ટની અરજી માટે સમય વધારવા માગણી

2022 ઈમ્પેક્ટ ફીના કાયદાને અનુલક્ષીને ગાંધીનગર એન્જિનિયર્સ એન્ડ આર્કિટેક્ટ એસોસિએશનની જનરલ મીટિંગ તાજેતરમાં મળી હતી. જેમાં પ્રમુખ નીરજભાઈ પુરોહિત દ્વારા ઈમ્પેક્ટ ફીના કાયદા અંગે સ્પષ્ટીકરણ બાબતે સરકારમાં રજૂઆત કરી છે. એસોસિએશન દ્વારા શહેરી વિકાસ અને શહેર ગૃહ નિર્માણ વિભાગના અગ્ર સચિવને આ અંગે લેખિત રજૂઆત કરી છે. ઈમ્પેક્ટ ફી-2022 અંગે કેટલાક સ્પષ્ટીકરણ માગવામાં આવ્યા છે.

જેમાં 90 ચોરસમીટરના પ્લોટમાં રોડ સાઈડ 45 સેન્ટીમીટરની બાલ્કની માટે બાંહેધરી લઈ ગ્રાહ્ય રાખવા વિનંતી કરાઈ છે. 2011માં બોન્ડ લઈને તેના રેગ્યુલરાઈઝ કરાતી હતી. ત્યારે આ વખતે ગ્રાહ્ય રખાય અને ન રાખવાના હોય તે તેની પહેલાં જ સ્પષ્ટતા કરવા માંગ કરાઈ છે. કારણે ઓનલાઈન અરજી માટે 4 મહિનાનો સમય અપાયો છે. ત્યારે જો અરજી છેલ્લી ઘડીએ રિજેક્ટ થાય તો પછી નાગરિકોને વધુ સમય મળે નહીં. સેક્ટરના પ્લોટમાં 50 ટકા પાર્કિંગનું આયોજન ક્યાં કરવા કરવું તે અંગે સ્પષ્ટતા માટે વિનંતી કરાઈ છે.

કારણ કે સેક્ટર વિસ્તારમાં જો કોઈએ ફ્લેટ્સ બનાવ્યા હોય તો તે પાર્કિંગ ક્યાં બતાવશે, કારણ કે કોમન પ્લોટ્સ તો કોઈની માલિકીનો હોતો નથી. આ તરફ રાહતદરે ફાળવેલ પ્લોટમાં બેથી વધારે યુનિટ હોય તો તે ગ્રાહ્ય રાખવા વિનંતી કરાઈ છે. જો સરકાર દ્વારા રાહતદરના કિસ્સામાં બે યુનિટથી વધુ ગ્રાહ્ય નહીં રાખે તો તે અંગે પહેલાંથી જ સ્પષ્ટતાની રજૂઆત કરાઈ છે. બીજી તરફ રાહતદરે તથા હરાજીથી ફાળવેલા પ્લોટમાં યુનિટનો ઉલ્લેખ હોય કે ન હોય તેને ઈમ્પેક્ટ-2022 હેઠળ મંજૂરી મળશે કે નહીં તેનો જવાબ મગાયો છે.

અન્ય સમાચારો પણ છે...