તપાસ:કલોલના આધારકાર્ડ કૌભાંડ મામલે પોલીસ ફરિયાદ નોંધાશે

ગાંધીનગર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • TPEO સામે પણ કાર્યવાહી કરવામાં આવશે
  • ​​​​​​​તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કિટ પ્રાઈવેટ સેન્ટરમાં કેવી રીતે પહોંચી તે અંગે તપાસ કરાશે

કલોલમાં આવેલ નગર પાલિકાની કચેરી સામે કોમન સર્વિસ સેન્ટરની દુકાનમાં ગેરકાયદે રીતે આધારકાર્ડ કાઢવાનું કૌભાંડ ઝડપાયું હતું. જેને પગલે હવે આ કેસમાં પોલીસ ફરિયાદ નોંધાશે. જેમાં માટે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને પોલીસ ફરિયાદ નોંધાવા માટે ઓથોરાઈઝ કરાયા હોવાનું માહિતી મળી છે. જેને પગલે તેઓ દ્વારા હવે આ અંગે પોલીસ ફરિયાદની પ્રક્રિયા હાથ ધરાશે.

આ અંગે કલેક્ટર ડો. કુલદીપ આર્યને ફરિયાદ મળતાં તેઓના આદેશને પગલે ગુરૂવારે પ્રાંત અધિકારી અને મામલતદાર દ્વારા કલોલ નગર પાલિકાની સામે જ આવેલ કોમન સર્વિસ સેન્ટરની દુકાનમાં દરોડો પાડ્યો હતો. જ્યાંથી આધારકાર્ડની સરકારી કીટ મળી આવી હતી, જેની તપાસ કરતાં કીટ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી ધર્મેન્દ્રસિંહ રાઠોડની કીટ હોવાનું સામે આવ્યું હતું. જેને પગલે ટીપીઈઓને કારણદર્શક નોટિસ પાઠવીને તેઓના જવાબ પૂછવામાં આવ્યો છે.

આ મામલામાં અધિકારીને ફાળવેલી કીટ પ્રાઈવેટ સેન્ટર સુધી કેવી રીતે પહોંચી અને તેના 500-1000 રૂપિયા વસૂલીને કેટલા આધાર કાર્ડ કાઢવામાં આવ્યા હતા. તે સહિતના મુદ્દે આગામી સમયે તપાસ હાથ ધરાશે. જો ટીપીઈઓની પણ સંડોવણી ખુલશે તો તેઓ સામે પણ પોલીસ ફરિયાદ નોંધાય તેવી શક્યતા છે. ગઈકાલે જે રીતે આ કૌભાંડ પકડાયુ હતુ તેમાં જિલ્લાના અન્ય સ્થળે આવું કૌભાંડ ચાલે છે કે કેમ તેની તપાસ થશે.

અન્ય સમાચારો પણ છે...