સુખદ મિલન:પાંચ દિવસથી પાટનગરના રસ્તાઓ પણ રઝળપાટ કરતી અસ્થિર મગજની મહિલાનું પતિ સાથે સુખદ મિલન, 181ની ટીમની સરાહનીય કામગીરી

ગાંધીનગર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હેલ્પ લાઈનની ટીમે મહિલાને વાતોમાં ઉલ્જાવી જાણવાનો પ્રયન્ત કર્યો
  • મહિલા સુરત અને તળાજાનું જ રટણ કરતી હતી

ગાંધીનગરમાં પાંચ દિવસ સુધી અસ્થિર મગજની મહિલા રસ્તે રઝળપાટ કરતી રહી પરંતુ કોઈએ તેના ધ્યાન આપ્યું ન હતું. જોકે, જાણ થતાં જ 181 અભયમ મહિલા હેલ્પ લાઈનની ટીમ દ્વારા અસ્થિર મગજની મહિલાની સરભરા કરવાની સાથે સુરતમાં રહેતાં તેના પતિ સાથે પણ સુખદ મિલન કરાવી રાહતનો દમ લીધો છે.

ગાંધીનગરમાં આમ તો ઘણા સમયથી રખડતા ભટકતા ભિખારીઓની સંખ્યા વધી જવા પામી છે. શહેરના સર્કલો પર ઘણા મહિનાઓથી ભિખારીઓ ભીખ માંગતા અને માર્ગોની ફુટપાથ પર સૂઈ રહેતાં નજરે ચડી રહ્યા છે. આવી જ હાલતમાં એક અસ્થિર મગજની મહિલા પણ ગાંધીનગરમાં છેલ્લાં પાંચ દિવસથી માર્ગો પર રઝળતી હતી. જેની વ્હારે 181 અભયમ મહિલા હેલ્પ લાઈનની ટીમ પહોંચી હતી.

ગાંધીનગરમાં એક મહિલા પાંચ દિવસથી માર્ગો પર ભટકી રહી હતી. આખો દિવસ ભટક્યા પછી જે કઈ ખાવાનું મળી રહે તે ખાઈને અંધારું થતાં જ કકળતી ઠંડીમાં તૂટયું વાળીને સૂઈ જતી હતી. જોકે, ધૂળિયા કપડાં અને ભિખારણ જેવું જીવન જીવતી મહિલા સામે કોઈ રાહદારી ધ્યાન દેતું ન હતું. ત્યારે ચોક્ક્સ સમય થતાં સાંજ પડે એક જ સ્થળે જઈને આશરો મેળવતી મહિલાને જોઈને કોઈએ 181 અભયમ મહિલા હેલ્પ લાઈનમાં ફોન ઘુમાવી મહિલા અંગે જાણકારી આપી હતી.

હેલ્પ લાઈનનાં કાઉન્સિલર હેતલબેન પાયલોટ નિલેશભાઈ સાથે મહિલા પાસે પહોંચી ગયા હતા અને મહિલાની સાથે વાત કરવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. પરંતુ મહિલાની વાતોથી તેની માનસિક રીતે અસ્થિર હોવાની જાણ થઈ હતી. આથી અભયમ ટીમે સૌ પ્રથમ તો મહિલાની સરભરા કરી તેની સાથે વાતચીતનો દોર ચાલુ રાખ્યો હતો. જે વાતો દરમ્યાન અસ્થિર મગજની મહિલા અલગ અલગ વાતો કરી સુરત અને તળાજા એમ બે જ શબ્દોનું રટણ કર્યા કરતી હતી.

હેલ્પ લાઈનની ટીમે અથાગ પ્રયત્નો કરીને સુરતનાં ઉડવી તાલુકાના સરપંચનો સંપર્ક સાધ્યો હતો. ત્યારે આ મહિલા તળાજાનાં ઉડવી ગામની હોવાનું બહાર આવ્યું હતું. આમ તેના પતિ સાથે મહિલાનું સુખદ મિલન શકય બન્યું હતું. ત્યારે અસ્થિર મગજની પતિની વારંવાર ઘરનો ત્યાગ કરીને નીકળી જતી હોવાનું કહી પતિએ પણ 181ની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...