તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કુડાસણ મર્ડર કેસ:સાણંદ વિસ્તારમાં રહેતા શખ્સે રાંદેણસના યુવકને છરો માર્યો

ગાંધીનગર8 મહિનો પહેલા
  • કૉપી લિંક
સરગાસણ અપના અડ્ડા પાસે થયેલી રાંદેસણના યુવકની હત્યાના કેસમાં પોલીસે 6 આરોપીને ઝડપી પાડ્યા હતા. - Divya Bhaskar
સરગાસણ અપના અડ્ડા પાસે થયેલી રાંદેસણના યુવકની હત્યાના કેસમાં પોલીસે 6 આરોપીને ઝડપી પાડ્યા હતા.
  • પોલીસે 6 આરોપીની ધરપકડ કરી છે જ્યારે એક આરોપી જયરાજસિંહ સોલંકી હજી ફરાર

ન્યૂ ગાંધીનગરમાં કુડાસણમાં અપના અડ્ડા પાસે રાંદેસણના યુવકની હત્યાના કેસમાં પોલીસે 6 આરોપીની ધરપકડ કરી છે જ્યારે એક આરોપી જયરાજસિંહ સોલંકી હજુ નાસતો ફરે છે. ઘટનામાં રાંદેસણના કેતનસિંહ ગોહિલનું મોત થયું હતું. હત્યા થતા રેન્જ આઈજી અભય ચુડાસમા અને એસપી મયુર ચાવડાએ અલગ-અલગ ટીમોને કામે લગાવી હતી. ઈન્ફોસિટી પોલીસ, એલસીબી સહિતની ટીમો આરોપીએને ઝડપી લેવા સક્રિય હતી ત્યારે તેઓ રીંગ રોડ થઈ મુંબઈ તરફ ભાગવાના હોવાની બાતમી મળી હતી. જેના આધારે પોલીસે શુક્રવારે વૈષ્ણોદેવી સર્કલથી એપોલો સર્કલ વચ્ચેથી પાંચ આરોપી ઝડપાયા હતા. થોડા સમય પછી આવેલા અન્ય એક આરોપીને પણ પોલીસે પછીથી પકડ્યો હતો. આરોપીઓ એક સ્થળે ભેગા થઈને મુંબઈ ભાગી જવાની ફીરાકમાં હોવાનું પ્રાથમિક રીતે સામે આવ્યું છે.

પોલીસે પ્રથમ પકડેલા પાંચેય આરોપીઓના કોરોના ટેસ્ટ કરાવ્યા બાદ તમામની ધરપકડ કરી હતી, જ્યારે પછી પકડાયેલા આરોપીના ટેસ્ટ માટેની પ્રક્રિયા શરૂ કરાઈ છે. જોકે હુમલામાં સામેલ એક આરોપી હજુ ફરાર છે, જેની શોધખોળ ચાલી રહી છે. ઉલ્લેખનિય છે કે કુડાસણ ખાતે મૃતક કેતનસિંહ, ફરિયાદી દિપકસિંહ, હુમલામાં ઘાયલ અભિમન્યુ ઉર્ફે રીષી, તીર્થ ઠક્કર સહિતના લોકો બેઠા હતા. તે સમયે આરોપીઓ ત્રણ યુવતીઓ સાથે પાસે બેઠા હતા. સવારે પાંચ વાગ્યે આરોપીઓનું ગ્રુપ નીકળ્યું ત્યારે અભિમન્યુ અને તીર્થ ઠક્કર ગાડી લઈને યુવતીઓની પાછળ ગયા હતા. યુવતીઓને સારુ લગાવડા આરોપીઓએ વૈષ્ણોદેવીથી ગાંધીનગર સુધી બંનેનો પીછો કરી ઘટનાને અંજામ આપ્યો હતો.

હત્યાના કેસમાં ઝડપાયેલા 6 આરોપી
શક્તિસિંહ ઘનશ્યામસિંહ ડોડીયા, રહે- મકાન નં-15 શરણમ વિણા બંગલોઝ, સાણંંદ
શક્તિસિંહ શૈલેન્દ્રસિંહ ચૌહાણ, રહે- મકાન નં-56 આલોક બંગલોઝ, સાણંદ
ચેતનસિંહ હિંમતસિંહ વાઘેલા, વાઘેલા ફળીયુ, રજોડા ગામ, બાવળા
હાર્દિક બીજલભાઈ પરમાર, રહે- મકાન નં- એફ-303, શ્રીનંદનગર વિભાગ-4, વેજલપુર
પ્રણવ ભૂપેન્દ્રભાઈ ગીલકર, રહે- મકાન નં-8, શ્રીનંદનગર, વિભાગ-2, વેજપપુર
યશપાલસિંહ કિરીટસિંહ વાળા, રહે- જી-24, પાર્વતીકુંજ, નવા વેજલપુર

શક્તિ ડોડિયાએ છરા વડે હુમલો કર્યો હતો
મૃતકના મિત્રોનો પીછો કરીને ગાંધીનગર પહોંચેલા આરોપીઓમાં શક્તિ ડોડીયાએ છરો, યશપાલે બેટ, શક્તિ ચૌહાણ અને ચેતનસિંહ ધોકા વડે અભિમન્ય ઉર્ફે રીષી પર તૂટી પડ્યા હતા. જેને પગલે મૃતક કેતનસિંહ સહિતના લોકો વચ્ચે પડ્યા હતા. જેમાં તે હાથમાં આવી જતા શક્તિએ છરાના ઘા માર્યા હતા જ્યારે બીજા આરોપીઓએ લાતો-ફેંટો મારી હતી. જે બાદ તમામ આરોપીઓ ગાડીઓ લઈને ભાગી ગયા હતા.

આરોપીઓ ક્યાં અને કોની મદદથી સંતાયા હતા પોલીસ હેવ તેની તપાસ હાથ ધરશે
સમગ્ર મુદ્દે હવે પોલીસે આરોપીઓની રિમાન્ડ મેળવવાની તજવીજ હાથધરી છે. જે બાદ તેઓ હત્યા બાદ ક્યાં ભાગ્યા અને કોની મદદ લીધી હતી. મુંબઈ તેઓ કોની મદદથી ભાગવાના તે દિશામાં તપાસ કરાશે. સાથે જ હત્યાનો આક્રોશમાં આવીને જ થઈ ગઈ છે કે કોઈ પૂર્વ આયોજીત કાવતરાથી હત્યા તો નથી થઈને તે દિશામાં પોલીસ પૂછપરછ કરશે.

અન્ય સમાચારો પણ છે...