કોરોના સંક્રમણ:કાનપુરથી આવેલો પીડીપીયુનો કર્મચારી કોરોનામાં સપડાયો

ગાંધીનગર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • અન્ય રાજ્યોમાંથી આવતી વ્યક્તિઓમાંથી જ કોરોનાના કેસ નોંધાયા

કાનપુરથી આવેલો પીડીપીયુનો કર્મચારી કોરોનામાં સપડાતા તેના સંપર્કવાળા અન્ય કર્મચારીઓ તેમજ વિદ્યાર્થીઓના કોરોનાનો ટેસ્ટની કામગીરી હાથ ધરવામાં આવશે. જ્યારે જિલ્લાના ચારેય તાલુકામાંથી કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી. જોકે જિલ્લામાં નોંધાયેલા કોરોનાના કેસમાં અન્ય રાજ્યમાંથી આવેલા વ્યક્તિઓ સંક્રમિત થયા હોવાનું બહાર આવ્યું છે.

આરોગ્ય તંત્ર દ્વારા જિલ્લામાં આવેલી શૈક્ષણિક સંસ્થાઓને સુચના આપવામાં આવી છે. પરંતુ તેની અમલવારી થતી હોય તેમ લાગતું નથી તેવું નોંધાતા કેસ પરથી લાગી રહ્યું છે. શનિવારે પીડીપીયુનો 25 વર્ષીય કર્મચારી ગત 1લી, મેના રોજ કાનપુરથી પીડીપીયુ આવ્યો હતો. તેને તાવ અને શરદીની બિમારીને લીધે ખાનગીમાં કોરોનાનો ટેસ્ટ કરાવતા પોઝિટીવ આવ્યો હતો.

પીડીપીયુ કોલેજની સ્થિત લો કોલેજ જેવી થાય નહી તે માટે આરોગ્ય તંત્ર વિદ્યાર્થીના સંપર્કવાળા અન્ય કર્મચારીઓ તેમજ વિદ્યાર્થીઓના કોરોનાના ટેસ્ટ કરાશે. પીડીપીયુનો સંક્રમિત કર્મચારી હોમ આઇસોલેશન સારવાર લઇ રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...