ગાંધીનગર જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાનો એકપણ કેસ દફતરે નોંધાયા નથી . જેની સામે એક જ દર્દીએ કોરોનાથી મુક્તિ મેળવી હતી . ત્યારે આજરોજ 9541 લોકોને કોરોના રસીથી સુરક્ષિત કરવામાં આવ્યા હતા.
આજે જિલ્લાના ગ્રામ્ય તેમજ કોર્પોરેશન વિસ્તારમાં એકપણ કોરોના કેસ મળી આવ્યો નથી. જેની સામે શહેરી વિસ્તારમાંથી એક જ દર્દીએ કોરોનાથી મુક્તિ મેળવી હતી . કોર્પોરેશન વિસ્તારમાં અત્યાર સુધી 9072 દર્દીઓએ કોરોનાથી મુક્તિ મેળવી છે. તેમજ 24 દર્દીઓ હોમ કોરોન્ટઈનમાં સારવાર લઈ રહ્યા છે. ત્યારે 2 દર્દીઓ હોસ્પિટલમાં કોરોનાની સારવાર મેળવી રહ્યા છે.
ત્યારે ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં 1 કોરોના દર્દી સારવાર હેઠળ દાખલ છે. જયારે 60 દર્દીઓ હોમ કોરોન્ટઈનમાં રહી સારવાર મેળવી રહ્યા છે. ત્યારે અત્યારસુધીમાં ગ્રામ્ય વિસ્તાર માંથી 9 હજાર 661 દર્દીઓ કોરોનાથી મુકત થઇ ચૂક્યા છે.
બીજી તરફ ગાંધીનગર જિલ્લામાં આજે 9541 લાભાર્થીને કોરોનાની રસી 40 સેન્ટરો પરથી આપવામાં આવી હતી, ત્યારે અત્યાર સુધીમાં કોવિડ રસીનો 5 લાખ 68 હજાર 831 લાભાર્થીને પ્રથમ ડોઝ તેમજ 1 લાખ 47 હજાર 183 લાભાર્થીને કોરોનાનો બીજો ડોઝ આપવામાં આવી ચૂક્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.