વેક્સિનેશન:કલોલમાં રાત્રિ કેમ્પો યોજી 253 લાભાર્થીને રસી અપાઈ

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

જિલ્લામાં સઘન વેક્સિનેશનની કામગીરી કરીને પ્રથમ ડોઝની 100 ટકા કામગીરી કરવા જિલ્લા વિકાસ અધિકારી સુરભી ગૌત્તમે આદેશ કર્યો છે. જેના ભાગરૂપે જિલ્લાના કલોલ તાલુકામાં રાત્રી કેમ્પોનું આયોજન કરીને રસી લીધી નથી તેવા લાભાર્થીઓને રસી આપવાની કામગીરી કરવામાં આવી હતી.

દરમિયાન આ કામગીરી હેઠળ જે લોકો રોજીરોટી માટે નોકરી કે ધંધાર્થે દિવસ દરમિયાન બહાર રહેતા હોય છે. ઉપરાંત રસી માટે રજા પણ રાખી શકતા નથી તેવા લાભાર્થીઓને રસી આપવા માટે રાત્રી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં કલોલ અર્બન હેલ્થ સેન્ટર કલોલની ટીમ દ્વારા અંકિત વિદ્યાલય ખાતે કોવિશિલ્ડ વેક્સિન માટે રાત્રી કેમ્પનું આયોજન કરાયુ હતું. રાત્રી કેમ્પમાં વેક્સિન લીધી નથી તેવા 253 લાભાર્થીઓને રસી અપાઈ હતી. આ ઉપરાંત રસી લેવાથી થતાં ફાયદા અંગેની જાણકારી જિલ્લા રસીકરણ અધિકારી ડો.હરેશ નાયક અને આરોગ્ય કેન્દ્રના અધિકારી દ્વારા અપાઈ હોવાનું જિલ્લા આરોગ્ય અધિકારી ડો. એમ.એચ.સોલંકીએ વધુમાં જણાવ્યું છે

અન્ય સમાચારો પણ છે...