રિપોર્ટ પોઝિટીવ:નિફ્ટની છાત્રા અને ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના પ્રોફેસર કોરોનામાં સપડાયા

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

અમદાવાદમાં યોજાયેલા સાયન્સ ફેરમાં ગયેલા ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના 37 વર્ષીય પ્રોફેસર કોરોનામાં સપડાયા છે. જ્યારે નીફ્ટની 22 વર્ષીય વિદ્યાર્થીનીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. આથી જિલ્લાના મનપા વિસ્તારમાંથી મંગળવારે 2 કેસ અને જિલ્લાના ચારેય તાલુકામાંથી એકપણ કેસ નોંધાયો નથી.

જિલ્લાના મનપા વિસ્તારમાંથી કોરોનાના કેસ નોંધાઇ રહ્યા છે. જોકે ચાલુ મે માસમાં કોરોનાના કુલ-19 કેસ નોંધાયા છે. જોકે તમામ કેસ મનપા વિસ્તારમાંથી નોંધાયા છે. ઉપરાંત કોરોનાના નોંધાયેલા કેસોમાં અન્ય રાજ્યોમાંથી કે અન્ય શહેરમાં ગયા બાદ સંક્રમિત થયા હોવાના કિસ્સા છે. મનપાના આરોગ્ય વિભાગના માહિતગાર સૂત્રોના જણાવ્યા મુજબ નિફ્ટમાં અભ્યાસ કરતી અને કુડાસણમાં રહેતી 22 વર્ષીય વિદ્યાર્થીની કોરોનામાં સપડાઇ છે.

જોકે વિદ્યાર્થીની હોમ આઇસોલેશન સારવાર પસંદ કરી છે. જ્યારે અન્ય કોરોનાનો કેસ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવતા અને સરગાસણમાં રહેતા 37 વર્ષીય પ્રોફેસરને તાવ અને શરદીની બિમારી જોવા મળતા તેમણે કોરોનાનો ટેસ્ટ કરાવતા પોઝિટીવ આવતા તેઓએ હોમ આઇસોલેશન સારવાર શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...