• Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • A National Flag Measuring 45 Feet In Length And 30 Feet In Width Will Be Permanently Hoisted On A 170 Feet Pole At The Educational Campus In Gandhinagar.

અનોખી પહેલ:ગાંધીનગરના શૈક્ષણિક કેમ્પસમાં 170 ફૂટના સ્તંભ ઉપર 45 ફૂટ લંબાઈ અને 30 ફૂટ પહોળાઈનો રાષ્ટ્રધ્વજ કાયમી ધોરણે ફરકાવાશે

ગાંધીનગર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સર્વ વિદ્યાલય કેળવણી મંડળ દ્વારા સેક્ટર-23 અને 15ના કેમ્પસમાં 15 ઓગષ્ટથી કાયમી ધોરણે રાષ્ટ્રધ્વજ ફરકાવાશે

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સર્વ વિદ્યાલય કેળવણી મંડળ દ્વારા ગાંધીનગરના શૈક્ષણિક કેમ્પસ સેક્ટર- 23 અને સેક્ટર- 15 ખાતે 170 ફૂટના સ્તંભ ઉપર 45 ફૂટ લંબાઈ અને 30 ફૂટ પહોળાઈ ધરાવતો રાષ્ટ્રધ્વજ કાયમી ધોરણે ફરકાવવામાં આવશે. સર્વ વિદ્યાલય કેળવણી મંડળ, કડી સર્વ વિશ્વવિદ્યાલય અને કડવા પાટીદાર કેળવણી ઉત્તેજક મંડળ દ્વારા ભવ્યતાથી 15મી ઓગષ્ટથી કાયમી ધોરણે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવશે.
હર ઘર તિરંગા અભિયાન હેઠળ રાષ્ટ્રધ્વજ ફરકાવાશે
સમગ્ર રાષ્ટ્ર જ્યારે આઝાદીનું અમૃત પર્વ ઉજવી રહ્યું છે, ત્યારે સર્વ વિદ્યાલય કેળવણી મંડળ- કડી તથા ગાંધીનગરના પરીસરોમાં આઝાદીના અમૃત મહોત્સવની ગૌરવપૂર્ણ ઉજવણીનું આયોજન થઈ રહ્યું છે. 75માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગ સ્વરૂપે સર્વ વિદ્યાલય કેળવણી મંડળ, કડી - ગાંધીનગર ‘હર ઘર તિરંગા અભિયાન’ માં ગૌરવસભર તથા સક્રિયપણે જોડાશે.
ઉત્તર ગુજરાતમાં સૌથી ઊંચો રાષ્ટ્રધ્વજ સર્વ વિદ્યાલય કેમ્પસ, કડી ખાતે અને રાજ્યના પાટનગર ગાંધીનગર વિસ્તારમાં સૌથી ઊંચો રાષ્ટ્રધ્વજ ગાંધીનગરના શૈક્ષણિક કેમ્પસ સેક્ટર- 23 અને સેક્ટર- 15 ખાતે ફરકાવવામાં આવશે. 170 ફૂટના સ્તંભ ઉપર 45 ફૂટ લંબાઈ અને 30 ફૂટ પહોળાઈ ધરાવતો રાષ્ટ્રધ્વજ ભવ્યતાથી 15મી ઓગષ્ટથી કાયમી ધોરણે ફરકાવવામાં આવશે.
​​​​​​​સંસ્થાના 2800 કર્મચારીઓ પણ પોતાના ઘરે તિરંગો લહેરાવશે
વિશેષ સ્વરૂપે કડી અને ગાંધીનગરનાં શૈક્ષણિક કેમ્પસોમાં ફરજ બજાવતા તમામ 2800 કર્મચારીઓને પોતાના નિવાસસ્થાન ઉપર રાષ્ટ્રધ્વજ ફરકાવવા માટે સર્વ વિદ્યાલય કેળવણી મંડળ તરફથી દરેક કર્મચારીને રાષ્ટ્રધ્વજ સાથે ધ્વજદંડ એનાયત કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે. રાષ્ટ્રભક્તિ સાથે જોડાયેલા સર્વ વિદ્યાલય પરિવાર દ્વારા વર્ષ 2019 માં 551 ફૂટ લાંબા તિરંગા સાથે ઐતિહાસિક "શૌર્યયાત્રા" કડી અને ગાંધીનગરમાં યોજવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...