તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સ્વરછતા સર્વેક્ષણ:મનપા દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ અંતર્ગત ભીંતચિત્ર સ્પર્ધા યોજાઈ

ગાંધીનગર8 મહિનો પહેલા
  • કૉપી લિંક
સે-17 વાયબ્રન્ટ એક્ઝિબિશન ગ્રાઉન્ડની કમ્પાઉન્ડ વોલ પર ચિત્રો દોરાયા - Divya Bhaskar
સે-17 વાયબ્રન્ટ એક્ઝિબિશન ગ્રાઉન્ડની કમ્પાઉન્ડ વોલ પર ચિત્રો દોરાયા

ગાંધીનગર મહાનગર પાલિકા અને સી. એન. ફાઈન આર્ટ કોલેજના સયુંકત ઉપક્રમે સ્વરછતા સર્વેક્ષણ 2020-21 અંતર્ગત વિવિધ વિષયોની જાગૃતિ આપતા ચિત્રો સે-17 વાયબ્રન્ટ ગુજરાત એક્ઝિબિશન ગ્રાઉન્ડની કમ્પાઉન્ડ વોલ પર દોરવામાં આવ્યા હતાં. આ તકે મેયર રીટાબેન પટેલ સ્થળ પર આવ્યા હતાં અને ભીતચિત્ર સ્પર્ધામાં ભાગ લેનારા કલાકારો સાથે વાતચીત કરીને તેમનું સન્માન કર્યુ હતું. સ્વરછ ભારત અભિયાન અંતર્ગત પ્રદુષણથી મુક્તિ, કુદરતી સંપદાને બચાવવા તથા કોરોના અંગે જાગૃતિ આપતા વિવિધ વિષયોને આવરી લઇને સ્પર્ધકો દ્વારા ભીત ચિત્રો દોરવામાં આવ્યા હતા. સી. એન. ફાઈન આર્ટ કોલેજ, અમદાવાદના 20 જેટલા વિદ્યાર્થીઓએ સવારના 10થી સાંજે 5 વાગ્યા સુધી સ્વચ્છતાના સંદેશો આપતા સુંદર ચિત્રો દોર્યા હતાં.

માર્ગ પર આવતા જતા લોકો માટે આ ચિત્રો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. કોવિડ-19ના નિયમોનું સંપૂર્ણ પાલન કરીને સમગ્ર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. વધુમાં આ કાર્યક્રમને સફળ બનાવવા ગાંધીનગર મહાનગર પાલિકાના અધિકારી, કર્મચારીઓ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. સ્વરછ ભારત અભિયાન અંતર્ગત પ્રદુષણથી મુક્તિ, કુદરતી સંપદાને બચાવવા તથા કોરોના અંગે જાગૃતિ આપતા વિવિધ વિષયોને આવરી લઇને સ્પર્ધકો દ્વારા ભીત ચિત્રો દોરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...