તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:ઝુંડાલમાં માતા-પુત્રી પર પાડોશી પરિવારનો પથ્થરમારો કરી હુમલો

ગાંધીનગર5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • મિલેનિયમ કો. ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીની ઘટના
 • પોલીસે એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધી કાર્યવાહી કરી

ગાંધીનગર તાલુકાના ઝુંડાલ ખાતે કલ્પતરૂ પાર્ક મિલેનિયમ કો. ઓપરેટીવ હાઉસિંગ સોસાયટી ખાતે માતા-પુત્રી પર પાડોશી પરિવારે હુમલો કરીને જાતીવિષયક શબ્દો બોલતા પોલીસ ફરિયાદ થઈ છે. બાબુભાઈ પનાભાઈ વણકર(68 વર્ષ, રહે- ડી-275)એ આ અંગે અડાલજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જે મુજબ તેઓ અહીં પત્ની, 2 પુત્રો સાથે રહે છે. ફરિયાદ મુજબ બાબુભાઈ પર ગુરુવારે સાંજે પત્નીનો ફોન આવ્યો હતો. જેમાં પત્નીએ કહ્યું હતું કે, સામેના બ્લોક નંબર- ડી-268 ખાતે ભાડેથી રહેતાં દિનેશભાઈ દેવીપૂજક, તેમની પત્ની પ્રવિણાબેન, દીકરી સુનિતા અને દિકરો વિશાલે ઘર આગળ આવીને ઝઘડો કર્યો હતો. જેમાં તેઓએ મોટા-મોટા અવાજે વાતો કરો છો કહીં દિનેશભાઈ ઘર આગળ બિભત્સ ગાળા-ગાળી કરવા લાગ્યા હતા.

જેને પગલે બાબુભાઈની દીકરીએ કોને બોલો છો કહેતાં તેઓએ જાતી વિષયક શબ્દો બોલ્યા હતા. જે બાદ દિનેશભાઈ અને વિશાલે છુટા પથ્થર મારવા લાગ્યા હતા અને પ્રવિણાબેન અને સુનિતા બાબુભાઈની દીકરી સાથે ઝપાઝપી કરી ગડદાપાટુનો માર મારવા લાગ્યા હતા.આસપાસના લોકો ભેગા થઈ જતા ચારેય લોકો સમાજના બીજા માણસો બહારથી બોલાવી ટાંટીયા ભાગી નાખવાની ધમકી આપી જતા રહ્યાં હતા. પત્નીના ફોનને પગલે બાબુભાઈ ઘરે આવ્યા ત્યારે દિનેશભાઈએ ફરી આવીને ‘જ્યાં ફરિયાદ કરવી હોય કરી દે, તું પણ બહાર નીકળે ત્યારે તારા હાથ પગ ભાગી નાખીશ અને જાનથી મારવા કહ્યું હતું. ઝઘડામાં બાબુભાઈની દીકરીને હાથે તથા ડાબા પગે તથા પત્નીને ડાબા હાથે પથ્થર વાગ્યો હતો. સમગ્ર મુદ્દે બાબુભાઈ વણકરે ફરિયાદ નોંધાવતા અડાલજ પોલીસે મારામારી, જાનથી મારી નાખવાની ધમકી અને જાતિ વિષયક શબ્દો બોદલવા બદલ ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો