ચોરી:ઝુંડાલ કેનાલ પાસે પાર્ક કારનો કાચ તોડી મોબાઇલની ચોરી

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઝુંડાલ નર્મદા કેનાલ તરફનો રોડ ફરીથી અસામાજિક તત્ત્વોનુ પસંદગીનું સ્થળ બન્યો

ઝુંડાલ નર્મદા કેનાલ તરફના બંને સાઇડના રોડ ઉપર અનેક લોકો હરવા ફરવા માટે આવતા હોય છે. અગાઉ આ રોડ ઉપર ચોરી અને લુંટના અનેક બનાવ સામે આવ્યા છે. ત્યારે રોડ ફરીથી એક વખત અસામાજિક તત્વો અને લુંટારુઓ માટે પસંદગીનુ સ્થળ બન્યો છે. વહેલી સવારે તેમના સિનિયરની કારમા બેસીને ચાલવા આવેલા આસીસ્ટન્ટ મેનેજરની કારનો કાચ તોડી અંદર મુકવામા આવેલા મોબાઇલની ચોરી થવા પામી છે.

મળતી માહિતી મુજબ 34 વર્ષિય અંકિત જ્ઞાનેદ્ર કૌશિક (રહે, ન્યુ સીજી રોડ, ચાંદખેડા) એરપોર્ટ ઓથોરીટો ઓફ ઇન્ડીયામા આસીસ્ટન્ટ મેનેજર તરીકે નોકરી કરે છે. ત્યારે તેમના સિનિયર ઓફિસરની કાર નંબર જીજે 01 આરડી 2419મા બેસીને ઝુંડાલ નર્મદા કેનાલ પાસે આવ્યા હતા અને કારને કેનાલ પાસેના સર્વિસ રોડ ઉપર લોક કરીને મુકવામા આવી હતી. જ્યારે કારના આગળના ડેસ્ક બોર્ડમા મોબાઇલ મુકવામા આવ્યો હતો. ત્યારબાદ બંને કેનાલ તરફ ચાલવા ગયા હતા.

વહેલી સવારે કાર મુકીને ગયા હતા, જ્યારે એકાદ કલાક પછી કાર પાર્ક કરેલી જગ્યા પાસે આવતા કારમા ખાલી સાઇડની પાછળના ભાગનો કાચ તુટેલી હાલતમા જોવા મળ્યો હતો. જ્યારે કારમા બેસીને ડેસ્કમા મુકવામા આવેલો મોબાઇલ લેવા જતા જોવા મળ્યો ન હતો. જેથી અજાણ્યો ચોર ચોરી કરી પલાયન થઇ ગયો હોવાનુ સામે આવ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...