ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા વેસ્ટમાંથી બેસ્ટનો નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે.કચરાના બંધ વાહનને રીપેર તથા મોડિફાઇડ કરીને મોબાઇલ લાઇબ્રેરીમાં તબદીલ કરવામાં આવ્યું છે. જેથી મહાનગરપાલિકા દ્વારા વધુ એક મોબાઇલ લાઇબ્રેરી સેવા શરૂ કરવામાં આવી છે.
આ લાઇબ્રેરીનું ઉદ્ધાટન મેયર હિતેષભાઈ મકવાણા દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જશવંત પટેલ, ડે. મેયર પ્રેમલસિંહ ગોલ, મ્યુનિસિપલ કમિશનર સંદીપ સાગલે, તેમજ મહાનગરપાલિકાના અધિકારીઓ તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
વાંચનપ્રેમીઓ નજીવી ફી ભરી મેમ્બરશીપ લઈ શકશે. તેમજ વિવિધ 7000થી વધારે પુસ્તકોના વાંચનનો લાભ લઈ શકશે.આ બંને લાઇબ્રેરી શહેરના વિવિધ વિસ્તારોમાં નિયત સ્થળે અને સમયે ઉભી રહેશે. આ પુસ્તકાલય તેના રૂટ પર દર 15 દિવસે એકવાર નિશ્ચિત સ્થળે પહોંચશે અને ત્યાં બે કલાક રોકશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.