તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:ખ-7 સર્કલ પાસે અકસ્માતમાં ઘવાયેલા આધેડનું આખરે મોત

ગાંધીનગર19 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.

શહેરમાં ખ-7 સર્કલથી સમર્પણ કોલેજ તરફ જતા રોડ પર કારની ટક્કરે ઘવાયેલા પેથાપુરના આધેડનું સારવાર દરમિયાન મોત થયું હતું.

પેથાપુર બોરીયુ તળાવ ખાતે રહેતાં વિક્રમસિંહ બેચરજી ડાભી (33 વર્ષ)એ આ અંગે સે-21 પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જે મુજબ યુવકના પિતા બેચરજી સે-28 જીઆઈડીસીમાં નોકરી કરતાં હતા. 11 ફેબ્રુઆરીના રાત્રે યુવક ઘરે હતો ત્યારે પાડોશમાં રહેતાં વિનુજી પીથુજી ડાભી તેમના ઘરે આવ્યા હતા. જેમાં તેમણે ખ-7 ખાતે બેચરજીનો અકસ્માત થયો હોવાનું કહ્યું હતું. જેને પગલે યુવક સહિતના લોકો્ પહોંચતા બેચરજી નીચે પડેલાં હતા, જેઓને 108 મારફતે ગાંધીનગર સિવિલ લઈ જવાયા હતા. જ્યાં પ્રાથમિક સારવાર બાદ તેમને અમદાવાદ સિવિલ ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન શનિવારે તેઓનું મોત થયું હતું. અકસ્માત સમયે યુવકે ઘટના સ્થળે પહોંચ્યો ત્યારે અકસ્માત કરનાર GJ-02-BP-7488 નંબરની કારનો ચાલક ત્યાં હાજર હતો. જેણે સારવાર માટે ખર્ચ આપવાની વાત કરી હતી. જેને પગલે યુવકે તે સમયે ફરિયાદ નોંધાવી ન હતી. પરંતુ પિતાના મોતને પગલ તેણે સે-21 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો