તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:વલાદ ગામના બ્રિજ પાસે અજાણ્યા વાહનની ટક્કરથી અસ્થિર મગજના યુવકનું મોત નીપજ્યું

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે તેના વાલી વારસોની શોધખોળ હાથ ધરી હતી

ગાંધીનગરનાં ડભોડા પોલીસ મથકની હદમાં આવેલા વલાદ ગામના બ્રિજ પાસે અજાણ્યા વાહનની ટક્કરથી અજાણ્યા અસ્થિર મગજના યુવકનું મોત નિપજતા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

ગાંધીનગરનાં નાના ચિંલોંડા થી નૅશનલ હાઇવે 8 તરફ વલાદ ગામના બ્રિજ નજીક ગઈકાલે કોઈ અજાણ્યા વાહન ચાલક પોતાનું વાહન પૂરપાટ ઝડપે અને ગફલત ભરી રીતે હંકારી યુવકને ટક્કર મારી નાસી ગયો હતો. આ બનાવની જાણ થતાં ડભોડા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ પદ્મસિંહ અકસ્માત વાળી જગ્યાએ પહોંચી ગયા હતા.

આ અકસ્માતમાં અજાણ્યા યુવકને માથામાં, ડાબા પગનાં ઢીંચણના ભાગે ગંભીર પ્રકારની ઈજાઓ થવાથી તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જેના પગલે પોલીસે તેના વાલી વારસોની શોધખોળ હાથ ધરી હતી. પરંતુ આશરે 25 થી 30 વર્ષીય અસ્થિર મગજનાં દેખાતા યુવાનના વાલી વારસો મળી આવ્યા ન હતા.

જેના પગલે નજીકના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં મૃતકની લાશનું પોસ્ટમોર્ટમ કરાવતા ફરજ પરના તબીબે યુવાનનું મોત અકસ્માતમાં શરીરે ગંભીર ઈજાઓ થવાથી થયું હોવાનું તારણ આપ્યું હતું. આ અંગે ડભોડા પોલીસે અકસ્માત કરનાર અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...