શોધખોળ:બાવળાના મુવાડીથી માનસિક વિકલાંગ બાળક મળી આવ્યો

ગાંધીનગર18 દિવસ પહેલા
  • કૉપી લિંક

દહેગામ તાલુકાના બાવળાની મુવાડી ગામમાંથી એક 10 વર્ષિય માનસિક વિકલાંગ બાળક મળી આવ્યો છે. ગામમા એકલા ફરતા બાળકને જોઇને સરપંચ દ્વારા તેને એક જગ્યાએ બેસાડી તેના વાલી વારસની શોધખોળ હાથ ધરી હતી. પરંતુ આસપાસમા કોઇ વાલી વારસનો પતો નહિ લાગતા સરપંચે ચાઇલ્ડ લાઇનનો સંપર્ક કર્યો હતો. બાળ કલ્યાણ સમિતિ દ્વારા શનિ નામ રાખવામા આવ્યુ છે. ત્યારે બાળક શનિ ગત 4 જૂનના રોજ દહેગામના બાવળાની મુવાડી ગામેથી મળી આવ્યો હતો.

ત્યારબાદ ચાઇલ્ડ લાઇનનો સંપર્ક કર્યા બાદ બાળકને હાલમાં શહેરના સેક્ટર 17 સ્થિત સરકારી બાળ ગૃહ ખાતે રાખવામા આવ્યો છે. જે કોઇ બાળકને જાણતા હોય તેમણે ગાંધીનગર સેક્ટર 17 સરકારી બાળ ગૃહનો સંપર્ક કરવો. બાળક હાલમા કોઇ જ ભાષા સમજી શકતો નથી.

અન્ય સમાચારો પણ છે...