તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • A Memorial Meeting Was Held In The Presence Of The Leader Of Opposition In People's Village Of Gandhinagar, People Who Lost Relatives In Corona Cried.

કોંગ્રેસની કોવિડ ન્યાય યાત્રા:ગાંધીનગરના પીપલજ ગામમાં વિપક્ષ નેતાની ઉપસ્થિતિમાં સ્મરણાંજલિ સભા યોજાઈ, કોરોનામાં સ્વજન ગુમાવનાર લોકો પોક મૂકી રડ્યા

ગાંધીનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક

કોરોના મહામારીમાં જીવ ગુમાવેલા નાગરીકોના પરિવારજનોને રૂપિયા 4 લાખની સહાય, કોરોના દર્દીઓના સારવારના મેડિકલ બિલની ચુકવણી, નિષ્ફળ તંત્ર અને જવાબદાર અધિકારીઓ સામે ન્યાયીક તપાસ અને કોરોના કાળમાં જે સરકારી કર્મચારીઓએ જાન ગુમાવ્યા હોય તેમના વારસદારોને રહેમરાહે કાયમી સરકારી નોકરી આપવાની 4 માંગણીઓ સાથે ગુજરાત કોંગ્રેસ દ્વારા આયોજીત “કોવીડ 19 ન્યાય યાત્રા” ના ભાગરૂપે આજે દહેગામ તાલુકાનાં પીપલજ ગામ ખાતે ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા પરેશભાઈ ધાનાણી વિશેષ ઉપસ્થિતિમાં કોરોના મહામારીથી 63 જેટલા સ્વજનો ગુમાવનારા પરિવારજનો અને ગામના આગેવાનો સાથે સ્મરણાંજલિ સભા યોજીને સામૂહિક શ્રધ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

પીપલજ તાલુકા પંચાયત વિસ્તારના ગ્રામ્ય વિસ્તારના કોરોના મહામારીના ખપ્પરમાં હોમાયેલા 63 જેટલા નાગરીકોના સ્વજનોના દુખમાં ભાગીદાર થવા આવી પહોચેલા વિપક્ષ નેતાએ ભાવુક બનીને સૌને શ્રધ્દ્ધાસુમન અર્પણ કરીને ચિર શાંતિ માટે પ્રાર્થના કરી હતી. આગામી ત્રીજી લહેરનો સામનો આપણે સૌ જાતે જ કરવાનો છે તેવું જણાવતા વિપક્ષ નેતાએ સરકારની પ્રજાવિરોધી નીતિની આકરી ટીકા કરીને આગામી દિવસોમાં પોતાના માટે લડાઈ લડવા પ્રજાજનોને આગળ આવવા હાકલ કરી હતી. ત્યારબાદ પીપલજ ગામના અગ્રણી સ્વ. રમણભાઈ પટેલના નિવાસે જઈને પરિવારજનોની મુલાકાત લઈને સાંત્વના પાઠવી હતી અને રૂ. 4 લાખની સહાય મેળવવા અંગેનું અરજી પત્રક ભરાવ્યું હતું તેમજ ન્યાયપત્ર અંગેનું સ્ટિકર લગાવીને સરકાર સામે માંગણી મૂકી હતી.

જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સૂર્યસિંહ ડાભીએ કોંગ્રેસ પક્ષની ન્યાય યાત્રા અંગે પ્રજાજનો માટેની 4 માંગણીઓ સાથે યોજાઇ રહેલ ન્યાય યાત્રામાં સૌ પ્રજાજનો જોડાઈને જનતાના અવાજને બુલંદ બનાવે તેવી પ્રાર્થના કરીને કોંગ્રેસ ગામે ગામ ન્યાય યાત્રા યોજાશે તેવું જણાવ્યુ હતું.

પૂર્વ ધારાસભ્ય કામિનીબા રાઠોડે દહેગામ તાલુકામાં કોરોના મહામારીના વિકરાળ સ્વરૂપ સામે લાચાર બનેલા માનવીઓની સ્થિતિનું વિવરણ કરીને નાગરીકોને ભોગવવી પડેલી હાલાકીનો ચિતાર રજૂ કર્યો હતો. પૂર્વ વિપક્ષ નેતા દેવરાજસિંહ ઝાલાએ કોરોના મહામારીથી અવસાન પામેલા મૃતકોની યાદી રજૂ કરી હતી. પૂર્વ તા.પં. પ્રમુખ જયંતિભાઈ પટેલે સૌ મૃતકોને શાબ્દીક શ્રધ્ધાંજલિ અર્પી હતી. સ્મરણ સભાનું સંચાલન તાલુકા પ્રમુખ જગતસિંહ ચૌહાણે કર્યું હતું.

ઉપરોક્ત સ્મરણ સભામાં દહેગામ તાલુકાનાં આગેવાનો એવા વિપક્ષ નેતા રશ્મિજી ઠાકોર, અરવિંદસિંહ સોલંકી, રમેશભાઈ પટેલ, શિલ્પાબેન પટેલ, છત્રસિંહ ઝાલા, વખતસિંહ ચૌહાણ, ભૂપેન્દ્રસિંહ રાઠોડ, જગતસિંહ ઝાલા, બાબુસિંહ ઝાલા, સંગીતાબા ચૌહાણ, ફકીરસિંહ ઝાલા, બદસિંહ ઝાલા, માર્ગેશ સક્સેના,ભારતસિંહ વાઘેલા, બાબુસિંહ, કૂતબુદ્દીન, બિસ્મિલ્લાબેન, મનીષભાઇ, રવિ દવે, રાજ બ્રહ્મભટ્ટ સહીત અનેક આગેવાનો, કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહીને દિવંગત આત્માઓને પુષ્પાંજલિ અને શ્રધ્ધાંજલિ આપી હતી

અન્ય સમાચારો પણ છે...