કચરાનું કમઠાણ:ભીના-સૂકા કચરાના વિવાદના ઉકેલ માટે આજે બેઠક મળશે

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહાપાલિકા સામે લડવા માટેની રણનીતિ નક્કી કરવામાં આવશે

ગાંધીનગરમા એક મહિનાથી ભીના અને સૂકા કચરાને અલગ રીતે આપવાની બાબતે માથાકૂટ ચાલી રહી છે ત્યારે આ વિવાદનો ઉકેલ લાવવા માટે આવતીકાલે બેઠક યોજાશે જેમાં આ મામલે ચર્ચા-વિચારણા કરવામાં આવશે. પાટનગરમાં છેલ્લાં કેટલાંક દિવસોતી ભીના અને સૂકા કચરાને લઇને ઊભા થયેલા વિવાદ બાદ હાલમા ડોર ટુ ડોર કચરો એકત્ર કરવા આવતા કર્મચારીઓ દ્વારા કચરો સ્વિકારવામા આવતો નથી.

મહાપાલિકા અને શહેર વસાહત મહાસંઘ આમને સામને આવી ગયા છે ત્યારે આજે મહાસંઘ દ્વારા આખરી નિર્ણય કરવામા બેઠક બોલાવવામા આવી છે. આવતીકાલે મંગળવારે સવારે 10 કલાકે સેક્ટર 12 શોપિંગ સેન્ટર પાસે સિનિયર સિટીજન ભવન બેઠકમાં મનપા સામે લડવાેની રણનીતિ નક્કી કરવામા આવશે. શહેરમા છેલ્લા એક મહિનાથી ભીના અને સૂકા કચરાને અલગ રીતે આપવાની બાબતે માથાકૂટ ચાલી રહી છે ત્યારે આ વિવાદનો ઉકેલ લાવવા આ બેઠક મળશે.

અન્ય સમાચારો પણ છે...