બેઠક:આદીવાસીઓનાં જાતિનાં દાખલામાં ફેરફાર કરવા માટે ગાંધીનગર સર્કિટ હાઉસમાં આદિજાતિ મંત્રી નરેશ પટેલની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ

ગાંધીનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બેઠકમાં ભાજપ-કોંગ્રેસના આદીવાસી જ્ઞાતિનાં ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા

આદિવાસી સમાજ માટે જાતિનાં દાખલા માટેનાં કાયદામાં ફેરફાર કરી વિસંગતતાઓ દૂર કરવા સબબ આજે આદીવાસી નેતા નરેશ પટેલની અધ્યક્ષતામાં સર્કિટ હાઉસ ખાતે યોજાયેલી મહત્ત્વની બેઠકમાં ભાજપ કોંગ્રેસના ધારાસભ્યો સહિત આગેવાનો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને દાખલા બાબતે વિસંગતતા છે તેને લઈને આદિવાસીઓના તમામ જૂથના આગેવાનો દ્વારા રજૂઆત કરાઈ હતી.

આજે ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે મળેલી બેઠકમાં આદિવાસી સમાજના લોકોને આદિવાસી તરીકેના દાખલા આપવા પડે છે. જે દાખલામાં એફિડેવિટ અને પેઢીનામુ કરવામાં વધુ ખર્ચ પડે છે. તેમાં પણ જાતિગત દાખલ માટે 7/12ના જમીનના ઉતારા રજૂ કરવા ફરજીયાત છે.

જમીન વિહોણા આદિવાસીઓને દાખલો મળવો જોઈએ સહિતની બાબતોને લઈને ચર્ચા કરવામાં આવી હતી. જેથી આ મુશ્કેલીઓ સામે કાયદામાં ફેરફાર કરવા બાબતે બેઠકમાં રજુઆત કરવામાં આવી હતી. ગુજરાતમાં ખેત મજૂરી સાથે જોડાયેલ અને જમીન ના હોય તેવા આદિવાસીઓને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આજની બેઠકમાં આદિજાતિ પ્રમાણ પત્ર મામલે ચર્ચાની સાથે જ પ્રમાણ પત્ર માટે 1 સપ્તાહમાં કમિટી બનાવવા નિર્ણય લેવાયો હતો.

આ બેઠકમાં કોંગ્રેસના ધારાસભ્ય અશ્વિન કોટવાલ પણ હાજર રહ્યાં હતા. આદિવાસીઓને આદિજાતિ પ્રમાણપત્ર અંગે અશ્વિન કોટવાલે રોષ ઠાલવતા કહ્યું હતું કે સરકારે આદિવાસીઓને આદિજાતિના દાખલા માટે 7/12 નો ઉતારો અને પેઢીનામું ફરજિયાત કર્યું છે. આના માટે સ્ટેમ્પ સહીતના ખર્ચા પણ થાય છે, જે આ ગરીબ આદિવાસીઓને પોસાય તેમ નથી. જે પહેલેથી સાચા આદિવાસી છે તેમને આ બધા પપ્રમાણો રજૂ કરવાની જરૂર શું કામ પડે.

અન્ય સમાચારો પણ છે...