આયોજન:ચૂંટણીની તૈયારી અંગે જિલ્લા ચૂંટણી અધિકારીની બેઠક યોજાઇ

ગાંધીનગર9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ફરિયાદો અંગે કરવામાં આવતી કાર્યવાહીની માહિતી લેવાઇ

વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારોના ફોર્મ ભરાઇ ગયા છે. ત્યારે ચૂંટણીને લગતી તૈયારીઓની માહિતી લેવા માટે જિલ્લા ચૂંટણી અધિકારીએ માહિતી લીધી હતી. ઉપરાંત ચૂંટણીને લગતી મળતી વિવિધ પ્રકારની ફરિયાદો અંગે કરવામાં આવતી કાર્યવાહીની પણ માહિતી લેવામાં આવી હતી. વધુમાં ચૂંટણીને લગતી બાકી રહેલી કામગીરીને તાકિદે પૂર્ણ કરવાની જિલ્લા ચૂંટણી અધિકારીએ સૂચના આપી હતી.

જિલ્લાની પાંચ વિધાનસભાની ચૂંટણીને લઇને રાજકીય પક્ષો તેમજ અપક્ષ સહિતના ઉમેદવારોના ફોર્મ ભરવાની કામગીરી પૂર્ણ થઇ છે. ત્યારે ચૂંટણીને લઇને કરવામાં આવતી વિવિધ કામગીરીની માહિતી લેવા માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક મળી હતી.

જેમાં જિલ્લાની પાંચેય બેઠકોના નિયુક્ત કરેલા ઓબ્ઝર્વર, એક્ષ્પેન્ડીચર ઓબ્ઝર્વર, પોલીસ ઓબ્ઝર્વર સહિતની સાથે સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. જેમાં અત્યાર સુધી દરેક બેઠક ઉપર ચૂંટણીને લઇને કરવામાં આવેલી કામગીરીની માહિતી લેવામાં આવી હતી. ઉપરાંત જે કામગીરીમાં કચાશ જોવા મળે તેમાં જરૂરી સુચના પણ જિલ્લા ચુંટણી અધિકારી દ્વારા આપવામાં આવી હતી.

ઉપરાંત વિવિધ કામગીરીને લઇને બનાવેલી ટીમોની પાસેથી કામગીરીને લઇને જરૂરી માહિતી મેળવી હતી. ઉપરાંત હાલમાં કામગીરી કેટલી પૂર્ણ કરવામાં આવી છે. ઉપરાંત બાકી રહેલી કામગીરીને તાકિદે પૂર્ણ કરવાની સુચના આપવામાં આવી હતી.

વધુમાં મતદાન મથકો ઉપર કાયદો અને વ્યવસ્થાની ચર્ચા કરી હતી. ઉપરાંત અશક્ત મતદારો માટે કરવામાં આવેલી વ્યવસ્થાની માહિતી લીધી હતી. ઉપરાંત રિસિવિંગ, ડિસ્પેચિંગ સેન્ટર્સ, કાઉન્ટીંગ તેમજ વિવિધ પોલીંગ ટીમની પણ કામગીરી સબંધિત ચર્ચા કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...