આયોજન:કોરોના સહાય અંગે કાલે જિલ્લા ખાતરી સમિતિની બેઠક મળશે

ગાંધીનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ફોર્મ સ્વીકારવા મામલે બેઠકમાં નિર્ણય થશે

કેન્દ્ર સરકાર દ્વારા કોરોનામાં મૃત્યુ પામનારા લોકોના પરિવારોને 50 હજારની સહાય આપવાની જાહેરાત કરાઈ છે ત્યારે ગાંધીનગરમાં શનિવારે ખાતરી સમિતિની બેઠક મળનારી છે. ખાતરી સમિતિમાં જિલ્લાના અધિક નિવાસી કલેક્ટર, જિલ્લા આરોગ્ય અધિકારી, મેડિકલ કોલેજના તબીબોનો સમાવેશ કરાયો છે. આ કમિટી નિર્ણય કરી સર્ટિફિકેટ આપશે જેના આધારે 50 હજાર સહાય ચૂકવાશે. સહાય લેવા કોરોનાના મૃતકોના સગાંવહાલાંઓએ સર્ટિફિકેટ ઓફ કોઝ ઓફ ડેથ મેળવવા નફોર્મમાં અરજી કરવાની રહેશે.

અન્ય સમાચારો પણ છે...