• Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • A Married Woman From Pethapur, Gandhinagar Cut Her Life Short By Hanging Herself From A Fan With A Sari, Her Father in law Rushed Her To The Hospital After Seeing Her Daughter in law Beaten.

આપઘાત:ગાંધીનગરના પેથાપુરની પરિણીતાએ સાડી વડે પંખે લટકી જીવન ટૂંકાવ્યૂ, સસરાએ પુત્રવધૂને તરફડિયાં મારતી જોઈ હોસ્પિટલ ખસેડી

ગાંધીનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગાંધીનગરના પેથાપુરની ગોપાલનગર સોસાયટીમાં આજે સવારે 32 વર્ષીય પરિણીતાએ કોઈ અગમ્ય કારણોસર પંખે સાડી બાંધીને ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતાં પોલીસે કાનૂની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે પુત્રવધૂને ફાંસો ખાધેલી હાલતમાં તરફડિયાં મારતાં જોઈને સસરાએ પરિવારજનોને જાણ કરી હોસ્પિટલ ખસેડી હતી.

પરિણીતાના લગ્ન 11 વર્ષ અગાઉ પેથાપુર થયા હતા
પેથાપુર પોલીસ મથકના વિશ્વસનીય સુત્રોના જણાવ્યા અનુસાર અત્રેની ગોપાલનગર સોસાયટીમાં રહેતાં કલ્યાણસિંહ વાઘેલાના બે પુત્રો પૈકી વિજયસિંહનાં લગ્ન નેહાબા સાથે આશરે અગિયાર વર્ષ અગાઉ થયા હતા. આ લગ્ન જીવનથી નેહાબાને સંતાનો છે. જ્યારે વિજયસિંહ પેથાપુર ખાતે પાન પાર્લર ચલાવે છે.

પરિણીતા બીજા રૂમમાં જઈને પંખાએ સાડી બાંધીને લટકી ગઈ
આજે સવારના સમયે નેહાબા બીજા રૂમમાં જઈને પંખાએ સાડી બાંધીને લટકી ગઈ હતી. એ દરમ્યાન સસરા કલ્યાણસિંહે દરવાજો ખોલતા જ અંદરનું દ્રશ્ય જોઈને ચોંકી ઉઠયા હતા. પુત્રવધૂને લટકતી જોઈ તેમણે બુમાબુમ કરી મુકી હતી. જેથી વિજયસિંહ સહિતના લોકો દોડી આવ્યા હતા.

સસરાએ પંખે લટકતી તરફડિયાં મારતી પુત્રવધૂને નીચે ઉતારી
બાદમાં નેહાબાનાં ગળામાંથી ફાંસો કાઢીને નીચે ઉતારવામાં આવી હતી. એ વખતે નેહાબામાં થોડોક જીવ જણાઈ આવ્યો હતો. જેથી તેને તાત્કાલિક સારવાર અર્થે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લઈ આવવામાં આવી હતી. જ્યાં ફરજ પરના તબીબે પ્રાથમિક સારવાર કરી હતી. પરંતુ થોડીક મિનિટોમાં નેહાબાનું મોત નીપજ્યું હતું. વધુમાં સૂત્રોએ ઉમેર્યું હતું કે, નેહાબાએ ક્યાં કારણોસર આપઘાત કર્યો એ હાલમાં પરિવાર જણાવી રહ્યું નથી. જો કે ઘર કંકાસમાં પરિણીતાએ આવું પગલું ભર્યું હોય એમ લાગી રહ્યું છે. હાલમાં મૃતકની પોસ્ટમોર્ટમ સહિતની કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...