દારૂ ઝડપાયો:અંબાજી પગપાળા યાત્રાના રૂટ પર સેવાકેમ્પ નજીક દારૂ વેચતા એક શખ્સ ઝડપાયો

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભાઈજીપૂરા પાટીયા પાસેના સેવા કેન્દ્રની નજીક બુટલેગરે દેશી દારૃનો વેપલો શરૂ કરી દીધો હતો

ગાંધીનગરના ભાઈજીપૂરા પાટીયા પાસેના અંબાજી પગપાળા યાત્રિકોની સેવા અર્થે ખોલવામાં આવેલા સેવા કેન્દ્રની નજીક દેશી દારૃની પોટલીનું વેચાણ કરતાં બુટલેગરને સેવા કેન્દ્રનાં સંચાલક દ્વારા રંગેહાથ ઝડપી પાડી બરોબરનો મેથીપાક આપી પોલીસને હવાલે કરી દેવામાં આવ્યો છે.

અંબાજી જવા માટે ગાંધીનગરના માર્ગો પરથી ભક્તોનું ઘોડાપુર ઉમટી રહ્યું
ભાદરવી પૂનમને લઈને અંબાજી જવા માટે ગાંધીનગરના માર્ગો પરથી ભક્તોનું ઘોડાપુર ઉમટી રહ્યું છે. ત્યારે ઠેર ઠેર માર્ગો ઉપર સેવા કેન્દ્રોમાં પગપાળા યાત્રિકોની નિઃશુલ્ક સેવા કરવામાં આવી રહી છે. ગાંધીનગરના સેવા કેન્દ્રો ઉપર પગપાળા યાત્રિકો માટે ચા નાસ્તો, સ્વાદિષ્ટ ભોજન, મેડિકલની સુવિધા ઉપરાંત માલિશ કરવા સુધીની સેવા સેવાભાવિ લોકો દ્વારા કરવામાં આવી રહી છે. ત્યારે ભાઈજીપુરા પાટીયા પાસેના એક સેવા કેન્દ્રનો લાભ ઉઠાવી મૂળ દાહોદનાં સ્થાનિક બુટલેગરે રૂટ પર દેશી દારૂનું વેચાણ કરતા ઝડપાયો હતો.

બુટલેગરને પકડીને ઈન્ફોસિટી પોલીસને સોંપી દેવામાં આવ્યો
અંબાજી પદયાત્રાના રૂટ પર દેશી દારુનું વેચાણ કરતા બુટલેગરને સેવાકેમ્પના સંચાલકે ઝડપી પોલીસને હવાલે કર્યો હતો. ઈન્ફોસિટી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...