તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:ચાંદખેડાથી સોનાના દોરો તોડી ગાંધીનગરમાં વેચવા માટે ફરતો માણસાનો ચોર ઝડપાયો

ગાંધીનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે રૂ. 47 હજાર 477ની કિંમતનો સોનાનો દોરો તેમજ પેનડન્ટ કબ્જે કર્યું

અમદાવાદનાં ચાંદખેડાથી એક કાકાનાં ગળામાંથી સોનાના દોરાની તફડંચી કરી ગાંધીનગરના સેકટર-24નાં માર્કેટમાં વેચવા માટે ફરતો માણસાનાં ચોરને ક્રાઇમ બ્રાંચ દ્વારા પૂર્વ બાતમીના આધારે ઝડપી લઈ રૂ. 47 હજાર 477ની કિંમતનો સોનાનો દોરો તેમજ પેનડન્ટ કબ્જે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ગાંધીનગર ક્રાઇમ બ્રાંચનાં પીએસઆઇ આરતી અનુરકાર સ્ટાફના માણસો સાથે પેટ્રોલીંગ કરી રહ્યા હતા. તે દરમિયાન બાતમી મળી હતી કે, માણસાના લોદરા ગામે રહેતો અને અગાઉ રિક્ષા ચોરીના ગુનામાં ઝડપાયેલો પ્રિયકાન્ત દેવેન્દ્રભાઈ શ્રીમાળી સેક્ટર 24 માર્કેટમાં સોનાના દાગીના વેચવા માટે ફરી રહ્યો છે. આથી ક્રાઇમ બ્રાંચની ટીમે સેકટર 24 માર્કેટથી પ્રિયકાન્ત ને ઝડપી લીધો હતો જેની અંગજડતી કરતા તેના ખિસ્સામાંથી સોનાનો દોરો તેમજ સોનાનું પેનડન્ટ મળી આવ્યું હતું. જેનો તેણે સંતોષકારક જવાબ ના આપતા પોલીસે કડકાઈથી પૂછપરછ શરૂ કરી હતી.

આ અંગે ક્રાઈમ બ્રાન્ચના ઇન્સ્પેક્ટર જય વાઘેલાએ જણાવ્યું હતું કે, પૈસાની જરૂર પડતા આથી પંદરેક દિવસ અગાઉ પ્રિયકાન્ત ફરતો ફરતો અમદાવાદના ચાંદખેડાની એક સોસાયટીમાં ગયો હતો જ્યાં એક કાકા બાંકડા ઉપર બેઠા હતા. તે વખતે આસપાસ કોઈ ચહલ પહલના દેખાતા પ્રિયકાન્ત તેમના ગળામાંથી સોનાનો દોરો અને પેનડન્ટની તફડંચી કરી નજીકની સોસાયટીમાં થઈ ભાગી ગયો હતો. આ દોરો વેચવા માટે સેકટર 24 માર્કેટમાં ફરતો હતો અને બાતમીના આધારે તેને ઝડપી લેવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...