તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:નંબર પ્લેટ બદલી ચોરીનું બાઈક ફેરવતો શખ્સ ઝડપાયો

ગાંધીનગર12 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ગલતેશ્વરથી 4 વર્ષ પહેલા બાઈક ચોર્યું હતું

લેકાવાડા પાટિયા પાસે ચોરીના બાઈક સાથે યુવકને પોલીસે ઝડપી પાડ્યો હતો. એલસીબી પીઆઈ જે. જી. વાઘેલાના માર્ગદર્શનમાં ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે કોન્સ્ટેબલ ગોવિંદભાઈને આરોપી અંગે બાતમી મળતા પોલીસે લેકાવાડા પાટીયા પાસે એક શખ્સને ઝડપી પાડ્યો હતો.

પકડાયેલા શખ્સનું નામ પૂછતાં તે ખેડાના ગલતેશ્વરનો કલમેશ પ્રતાપભાઈ વણઝારા (42 વર્ષ) હોવાનું સામે આવ્યું હતું. તેની પાસે મળી આવેલા GJ-02-T-3149 નંબરનું બાઈક શંકાસ્પદ લાગતા પોલીસે તેના આધાર પુરાવા માંગ્યા હતા. આરોપી ગલ્લા તલ્લા કરવા લાગતા પોલીસે ઈ-ગુજકોપ એપ પર ચેક કરતાં બાઈકનો સાચો નંબર GJ-07-CA-4273 હોવાનું સામે આવ્યું હતું. જેને પગલે પોલીસે તેની ઉંડાણપૂર્વક પૂછપરછ કરતાં આરોપીએ બાઈક ચાર-પાંચ વર્ષ પહેલાં ગલતેશ્વર ખાતેથી ચોર્યું હોવાની કબૂલાત કરી હતી. હોળીના તહેવાર નિમિતે મહીસાગર નદીના પટમાં મહાદેવ મંદિરે દર્શન કરવા મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા. જેમાં લોકો ટુ વ્હીલર સાધનો નદીના પટમાં મુક્યા હતા. ત્યારે આરોપીએ સ્ટેરિંગ લોક તોડીને બાઈકની ચોરી કરી હતી. ચોરીનું બાઈક પકડાય નહીં તે માટે આરોપી તેની નંબર પ્લેટ બદલીને ચલાવતો હતો. જેને પગલે એલસીબીએ 20 હજારનું બાઈક જપ્ત કરીને આરોપી સામે કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો