કાર્યવાહી:રાજસ્થાનથી દારૂ લઇને આવતો બરોડાનો શખસ ઝડપાયો

ગાંધીનગર4 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • વાહન ચેકિંગ દરમિયાન ખાનગી ટ્રાવેલ્સમાંથી 96 કર્વાટર પકડાયાં

ચિલોડા પોલીસે વાહન ચેકીંગ દરમિયાન ખાનગી ટ્રાવેલ્સમાં આવતા મુસાફર પાસેથી 96 નંગ ક્વોટરીયા પકડાયા હતા. જેને લઇને પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. રાજ્યમા દારૂ ઘુસાડવા માટે હવે ખાનગી ટ્રાવેલ્સનો ઉપયોગ થઇ રહ્યો છે. બુટલેગરો મુસાફર બનીને દારૂ સાથે મુસાફરી કરતા હોય છે. ક્યારેક સફળ થઇ જાય છે તો ક્યારેક નિષ્ફળ નિવડે છે.

હાલમા હિંમતનગર અમદાવાદ હાઇવેનો ઉપયોગ ભરપુર થઇ રહ્યો છે. ત્યારે ચિલોડા પોલીસે બાતમીના આધારે ચંન્દ્રાલા હિંમતનગર તરફથી આવી રહેલી ખાનગી ટ્રાવેલ્સ નંબર એઆર 01 ટી 2418ને રોકવામા આવી હતી. જેમા બેઠેલા મુસાફરોનો સામાન ચેક કરતા એક મુસાફર વિક્રમસિંહ નંદભવરસિંહ રાજપૂત (રહે, પંચામૃત એપાર્ટમેન્ટ, ગોત્રી, વડોદરા) પાસેથી 96 બોટલ નાના ક્વોટરીયા કિંમત 8160 પકડાયા હતા. જેને લઇને પોલીસે મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી કરી હતી.

ચિલોડા હિંમતનગર હાઇવે દારૂની હેરાફેરી માટે ખ્યાતનામ બની ગયો છે. ક્યારેક બુટલેગરો મોડાસા હાઇવેનો પણ ઉપયોગ કરતા હોય છે. પરંતુ ઓછો માલ લાવવાનો હોય તો બસમા મુસાફર બનીને માલ લઇને આવતા હોય છે ત્યારે આ વિસ્તારમાંથી વધુ એક દારૂની હેરાફેરી પકડાઈ છે.

અન્ય સમાચારો પણ છે...