ગાંધીનગરની નભોઈ નર્મદા કેનાલમાં અમદાવાદના અપરણિત વકીલે પડતું મૂકીને જીવન ટૂંકાવી લીધું છે. કેનાલ પાસે વકીલનું બાઈક અને મોબાઈલ ફોન બિનવારસી હાલતમાં મળી આવતાં પરિવારે તરવૈયાની મદદથી મૃતકની લાશ બહાર કઢાવી હતી. આ મામલે ઈન્ફોસિટી પોલીસની પ્રાથમિક તપાસમાં યુવાન બીમારીના કારણે ડિપ્રેશનમાં રહેતો હોવાનું બહાર આવ્યું છે.
નર્મદા કેનાલ પાસે બાઈક અને મોબાઈલ બિનવારસી હાલતમાં મળ્યા
પોલીસ અમદાવાદના કુબેરનગરમાં રહેતા 33 વર્ષીય એડવોકેટ વિનોદભાઈ કનુભાઈ મકવાણા પરમ દિવસે ઘરેથી નીકળી ગયા હતા. જે મોડે સુધી ઘરે પરત નહીં આવતાં પરિવારજનોએ શોધખોળ આદરી હતી. એ દરમ્યાન નભોઈ નર્મદા કેનાલ પાસે બાઈક અને મોબાઈલ બિનવારસી હાલતમાં મળી આવ્યું હતું. જેની જાણ થતાં ઈન્ફોસિટી પોલીસ મથકના એએસઆઇ દશરથભાઈ પરમાર સ્ટાફના માણસો સાથે કેનાલ પર પહોંચી ગયા હતા.
બહીયલનાં તરવૈયાઓને બોલાવી કેનાલમાં શોધખોળ કરાવી
ત્યારે બાઇક અને મોબાઈલની તપાસ કરતાં એડવોકેટનાં પરિવારજનો પણ કેનાલ પર દોડી આવ્યા હતા. બાદમાં કેનાલમાં ફાયર બ્રિગેડની મદદથી શોધખોળ શરૂ કરાવી હતી. જો કે અંધારું થઈ જતાં વિનોદભાઈનો પત્તો લાગ્યો ન હતો. ત્યારે પરિવારજનોએ સવાર પડતાં જ બહીયલનાં તરવૈયાઓને બોલાવી કેનાલમાં શોધખોળ શરૂ કરાવી હતી. ત્યારે કલાકોની મહેનત બાદ કેનાલમાંથી વિનોદભાઈની લાશ બહાર કાઢવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.