તપાસ:3 વર્ષથી અલગ રહેતા પતિએ દસ્તાવેજ અંગે પત્નીને માર માર્યો

ગાંધીનગર7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પત્ની કુડાસણમાં, જ્યારે પતિ અમદાવાદ રહે છે
  • મારી નાખવાની ધમકી આપતા ઈન્ફોસિટી પોલીસ મથકમાં ગુનો દાખલ

ન્યૂ ગાંધીનગરના કુડાસણમાં પતિ સાથે મનમેળ નહિ આવતા છેલ્લા ત્રણ વર્ષથી અલગ રહેતી પત્નીને માર મારવામાં આવ્યો હતો. બે બાળકો સાથે પત્ની કામગીરી કરી રહી હતી. તે દરમિયાન અમદાવાદમાં માતા સાથે રહેતો પતિ ઘરે આવ્યો હતો અને સંપતિના દસ્તાવેજ માંગવામાં આવ્યા હતા. ત્યારે પત્નિએ ડોક્યુમેન્ટ નહિ આપતા વાળ પકડીને મારઝુડ કરવામાં આવતા ઇન્ફોસિટી પોલીસ મથકમાં પતિ સામે ગુનો નોંધાવ્યો હતો.

મળતી માહિતી મુજબ સષ્માબેન પરમાર (રહે, કુડાસણ)ને તેમના પતિ સાથે છેલ્લા ત્રણ વર્ષથી મનમેળ નહિ આવતા અલગ રહે છે અને ઘરકામ કરીને પરિવારનુ ગુજરાન ચલાવી રહ્યા છે. પતિ તેની માતા સાથે અમદાવાદના સૈજપુરમાં રહે છે અને સર્વિસ સ્ટેશન ચલાવે છે. ત્યારે બપોરના સમયે પતિ નિલેશ કાંતિભાઇ પરમાર તેની પત્નિના ઘરે આવ્યો હતો અને ઘરે આવીને સીધો જ ઘરના દસ્તાવેજ માંગવા લાગ્યો હતો. જેથી ઘરના ડોક્યુમેન્ટ પતિને આપવાની ના પાડતા ઉશ્કેરાઇ ગયો હતો અને પત્નિના માથાના વાળ પકડીને મારઝુડ કરવા લાગ્યો હતો.

પત્નિ સાથે મારામારી કરવામાં આવતા તેના પિયરમાં ફોન કરીને માતા પિતાને જાણ કરી હતી. જેથી તેનો પતિ ઘરેથી સાસુ અને સસરા આવે તે પહેલા નિકળી ગયો હતો અને કહેતો ગયો હતો કે, તુ પોલીસને જાણ કરીશ અને ડોક્યુમેન્ટ નહિ આપે તો તને જાનથી મારી નાખીશ. તે દરમિયાન માતા પિતા અને બહેન ઘરે આવી ગયા હતા અને પોલીસને જાણ કર્યા બાદ તેના પતિ સામે મારામારીની ફરિયાદ નોંધાવવામાં આવી હતી.આ બનાવથી આ વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી હતી પોલીસે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...