શિક્ષકોને અન્યાય:શહેરની કચેરીમાં નોકરી કરતા પતિ કે પત્નીને દંપતી બદલીનો લાભ નહીં મળે

ગાંધીનગર9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શિક્ષણ વિભાગના મનઘડંત નિયમથી અનેક શિક્ષકોને અન્યાય

જિલ્લાફેર બદલીમાં શિક્ષણ વિભાગના મનઘડંત નિયમોને કારણે શિક્ષકોને અન્યાય થતાં રોષ ઉઠવા પામ્યો છે. શહેરની કચેરીમાં નોકરી કરતા પતિ કે પત્નીના કિસ્સામાં દપંતીને લાભ મળે નહી. કેમ કે પ્રાથમિક શાળા ગ્રામ્ય વિસ્તારમાં આવેલી હોવાથી આવા મનઘડંત નિયમો બનાવીને શિક્ષકોને અન્યાય કરવામાં આવી રહ્યો છે.

જોકે દંપતીના બદલીના આદેશમાં આવો કોઇ જ નિયમ નથી તેમ શિક્ષકોએ જણાવ્યું છે.રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા દપંતીના કિસ્સામાં બદલી માટે ખાસ નિયમો બનાવવામાં આવ્યા છે. બદલીના આ નિયમોનું અર્થઘટન મનઘડંત કરીને શિક્ષકોને અન્યાય કરવામાં આવી રહ્યો છે.

જેને પરિણામે રાજ્યભરના પ્રાથમિક શિક્ષકોને અન્યાય થઇ રહ્યો છે. શિક્ષકોના જણાવ્યા મુજબ શહેરમાં આવેલી સરકારી કચેરીમાં નોકરી કરતા પતિ કે પત્ની કર્મચારીના કિસ્સામાં ગ્રામ્ય વિસ્તારની પ્રાથમિક શાળામાં નોકરી કરતા પતિ કે પત્નીને દપંતી બદલીનો લાભ મળે નહી. જ્યારે રાજ્યના શિક્ષણ વિભાગે બદલી માટે કરેલા નિયમોમાં કોઇ બોર્ડ કે નિગમ, કોર્પોરેશન, કેન્દ્ર કે રાજ્ય સરકારની કચેરીના કર્મચારીઓને પતિ કે પત્ની શિક્ષક તરીકે નોકરી કરતા હોય તો તેઓ અરજી કરી શકે તેવો ઠરાવમાં ઉલ્લેખ હોવાનું શિક્ષકોએ જણાવ્યું છે.

જ્યારે દપંતીની બદલીના કિસ્સામાં શિક્ષણ વિભાગે કરેલા ઠરાવમાં શહેરમાં કચેરી હોય તેવા પતિ કે પત્નીના કિસ્સામાં લાભ મળે નહી તેવો કોઇ જ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી તેવો આક્ષેપ શિક્ષકોએ કર્યો છે. ઉપરાંત સરકાર માન્ય ભરતી બોર્ડમાંથી નિમણૂક પામેલા પતિ કે પત્નીને નોકરીના ત્રણ વર્ષ થવા જોઇએ તેવો નિયમ બતાવવામાં આવે છે. જોકે સરકારી કચેરીઓમાં ફરજ બજાવતા ક્લાર્કથી લઇને ઉચ્ચ અધિકારીઓની દર ત્રણ વર્ષે બદલી કરવામાં આવે જ છે. આથી ત્રણ વર્ષની કચેરીમાં નોકરીના અનુભવની વાત માત્રને માત્ર મનઘડંત નિયમો જ કહેવાય તેવો આક્ષેપ શિક્ષકોએ કર્યો છે. જિલ્લાફેર બદલીમાં શિક્ષણ વિભાગના મનઘડંત નિયમોને કારણે શિક્ષકોને અન્યાય થાય છે.

અન્ય સમાચારો પણ છે...