અકસ્માત:સેક્ટર 26માં ડી માર્ટ સામે હોમગાર્ડ જવાનને ડમ્પર ચાલકે કચડ્યો

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હોમગાર્ડ જવાન નોકરી દરમિયાન ક7થી ક6 તરફ જતા ડમ્પરના ચાલકે અકસ્માત કરતા એક પગ કચડાઇ ગયો હતો, સારવાર હેઠળ

શહેરના છેવાડે આવેલા ક રોડ ઉપર સવારના સમયે ડમ્પર ચાલકે બાઇક ચાલક હોમગાર્ડને ટક્કર મારી હતી. હોમગાર્ડ ક7 સર્કલ પાસે પોઇન્ટ સંભાળી રહ્યો હતો. ત્યારબાદ તે ક6 સર્કલ તરફ જવા નિકળ્યો હતો. તે દરમિયાન આઇવા ચાલકે બાઇકને ટક્કર મારતા હોમગાર્ડ રોડ ઉપર પટકાયો હતો. જેમા ડમ્પર હોમગાર્ડના પગ ઉપરથી નિકળી ગયુ હતુ. અકસ્માતમા ગંભીર ઇજાઓ થતા તાત્કાલિક ગાંધીનગર સિવિલ બાદ ખાનગી હોસ્પિટલમા સારવાર માટે લઇ જવામા આવ્યો હતો. આ બાબતે સેક્ટર 21 પોલીસે કાર્યવાહી કરી હતી.

મળતી માહિતી મુજબ આશરે 40 વર્ષિય વિષ્ણુભાઇ મફાભાઇ રબારી (રહે, વાવોલ, રબારીવાસ) આજે શુક્રવારે સવારના સમયે ક7 સર્કલ પાસે નોકરીના પોઇન્ટ ઉપર ગયા હતા. ત્યારબાદ આશરે સાડા અગિયાર વાગ્યાના અરસામા પોઇન્ટ ઉપરથી ક6 સર્કલ તરફ બાઇક લઇને જઇ રહ્ય હતા. તે દરમિયાન સેક્ટર 26 સ્થિત ડી માર્ટ સામે પહોંચતા એક આઇવા નંબર જીજે 18 એવી 7110ના ચાલકે બાઇકને ટક્કર મારી હતી. જેમા હોમગાર્ડ વિષ્ણુભાઇ રોડ ઉપર જોરદાર પટકાયા હતા. તે સમયે આઇવાનુ ટાયર હોમગાર્ડના પર ઉપર ફરી વળ્યુ હતુ.

ડમ્પરનુ ટાયર હોમગાર્ડના પગ ઉપરથી ફરી વળવા પગમાંથી લોચા નિકળી ગયા હતા. જ્યારે અકસ્માતની જાણ થતા આસપાસના લોકો બચાવ કાર્ય માટે દોડી આવ્યા હતા. આ બનાવની જાણ ક7 સર્કલ પાસે નોકરી કરતા ટ્રાફિક પોલીસ કર્મચારીને થતા તે પણ દોડી આવ્યા હતા અને હોમગાર્ડ જવાનને સારવાર અર્થે તાત્કાલિક ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લઇ જવામા આવ્યો હતો. જ્યાંથી વધુ સારવાર અર્થે શહેરમા આવેલી ખાનગી હોસ્પિટલમા લઇ જવામા આવ્યો હતો. જ્યાં તેના પગનુ ઓપરેશન કરવામા આવ્યુ હતુ.

આ બાબતે ટ્રાફિક પીઆઇ બી.એમ.દેસાઇ સાથે વાત કરતા કહ્યુ હતુ કે, હોમગાર્ડ જવાન ક્યા જઇ રહ્યો હતો, તેની સાચી માહિતી ભાનમા આવ્યા પછી તે જણાવે ત્યારબાદ સામે આવી શકે છે. હાલમાં ઓપરેશન કરાયુ છે, જ્યાં તેની તબિયત સ્થિર છે. શહેરના માર્ગો પર બેફામ દોડતાં ડમ્પરોને કારણે અકસ્માતના બનાવોમાં વધારો થયો છે. જેને ડામવા જરૂરી બન્યા છે.

અન્ય સમાચારો પણ છે...