તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિચિત્ર માનસિકતા:VIP સેક્ટરની એકલી યુવતી સામે અર્ધનગ્ન થતો યુવક ઝડપાયો, યુવતીને જોઈ અડધું પેન્ટ ઉતારી દેતો હતો

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
આરોપીની તસવીર. - Divya Bhaskar
આરોપીની તસવીર.
  • પોલીસે છટકું ગોઠવી ઝડપી લીધો

શહેરના વીઆઇપી ગણાતા સેક્ટર 8 અને 9મા એક કારમાં ફરતો 1 યુવકની એક સપ્તાહથી રાડ હતી. એકલી જતી મહિલાઓ અને યુવતીઓ સામે એક યુવક દ્વારા અશ્લીલ હરકતો કરવાની ફરિયાદો ઊઠવા પામી હતી. પોલીસને વારંવાર ફરિયાદ મળતી હતી. ત્યારે આ સમસ્યાનુ સમાધાન લાવવા લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ એચ.પી.ઝાલા દ્વારા ડીકોય ગોઠવાઈ હતી.

પેન્ટ ઢીંચણ સુધી ઉતારી દેતો હતો
મહિલાઓને હેરાન કરનાર યુવકને ઝડપી લેવા એએસઆઇ હરદેવસિંહ, કેવલસિંહ, અનોપસિંહ અને સચિનસિંહ દ્વારા છટકુ ગોઠવવામાં લાગી ગયા હતા. ફરિયાદ મુજબની કાર સે-8માથી નીકળતાં પોલીસ કર્મચારીઓ તેની પાછળ ગયા હતા. જ્યારે આ કાર સે-9ના એકાંતવાળી જગ્યાએ જઇને પાર્ક કરાઈ હતી. એ સમયે પોલીસકર્મચારીઓ દ્વારા મહિલા પોલીસકર્મીને સાદા કપડામાં કાર પાસેથી પસાર કરાઈ હતી. એ સમયે યુવકે મહિલાને જોઇ અશ્લીલ હરકતો કરી હતી, જ્યારે શરીર ઉપર પહેરેલી ટી શર્ટ ઊચી કરી નાખી હતી તો પેન્ટને ઢીંચણ સુધી ઉતારી દીધું હતું.

આરોપી જામીન પર મુક્ત કર્યો
યુવક મહિલા પોલીસકર્મીને જોઇ અશ્લીલ હરકતો કરતાં પરત ફરી હતી, તો યુવક પણ મહિલા કર્મીની પાછળ આવ્યો હતો. એ દરમિયાન જ એલસીબીના સ્ટાફ દ્વારા 27 વર્ષીય બ્રિજેશ ભરત સોલંકી (રહે.ગાંધીનગર)ને કાર સાથે દબોચી લીધો હતો. જ્યારે આરોપીએ અગાઉ 5 ગુના કર્યા છે અને હાલમાં હાઇકોર્ટમાં જામીન અરજી પેન્ડિંગના આધારે વચગાળાના જામીન પર છૂટેલો છે.

પોલીસે પકડ્યા બાદ ભોગ બનનારી મહિલાઓ ફરિયાદ કરવા બહાર આવી
એલસીબીની ટીમ દ્વારા છટકું ગોઠવી આરોપીને ઝડપ્યા બાદ છેડતીનો ભોગ બનનારી વધુ મહિલાઓ શરમ છોડી બહાર આવી હતી. આ મહિલાઓ દ્વારા સેક્ટર 7 પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવાઈ હતી.

વર્ષ 2011માં મિત્રો વચ્ચે ખૂની ખેલ ખેલાયો હતો
વર્ષ 2011 નવેમ્બર મહિનામાં મિત્રો વચ્ચે સામાન્ય બબાલમાં ખૂની ખેલ ખેલાયો હતો, જેમાં અશ્લીલ હરકત કરતો આરોપી પણ સામેલ હતો. તેની સામે મર્ડર કરવામાં સામેલ હતો. એ સમયે પોલીસ ફરિયાદ નોંધાવાઇ હતી, જ્યારે સેક્ટર 21મા છેતરપિંડી કેસમાં પણ આરોપી છે.