રાજ્યના સરકારી કર્મચારીઓને નવું મકાન ખરીદવા માટે રાજ્ય સરકાર તરફથી અપાતી પેશગીની રકમ 15 લાખથી વધારીને 25 લાખ કરાઈ છે. સાતમા પગારપંચને ધ્યાને લઇને પેશગીની રકમ વધારાઈ છે તેના પર વાર્ષિક 7.9 ટકાનો વ્યાજ લાગશે.
નાણા વિભાગે કરેલા ઠરાવ મુજબ કર્મચારીઓને નવા મકાન માટે જમીનની ખરીદી સહિત અથવા ફ્લેટ માટે 34 મૂળ માસિક પગાર અથવા મકાન કે ફ્લેટની અપેક્ષિત કિંમત અથવા 25 લાખ રૂપિયા એ ત્રણમાંથી જે રકમ ઓછી હોય તે મંજૂર કરાશે. નોકરી દરમિયાન અવસાન પામેલા કર્મચારીની મકાન બાંધકામ પેશગીની બાકી વસૂલાત માંડવાળ કરવા માટે વધારાના વ્યાજનો દર 0.25 ટકા કરાયો છે.
મકાન રિપેરિંગ માટે 10 લાખ મળશે
કર્મચારીઓના મકાનની મરામત કે વિસ્તરણ માટે અપાતી પેશગીની મર્યાદા 2 લાખથી વધારીને 10 લાખ કરવામાં આવી છે. તેના પર પણ 7.9 ટકાના દરે વ્યાજ વસૂલવામાં આવશે. મકાન બાંધકામ પેશગી લીધી હોય અને તેની સંપૂર્ણ વસૂલાત થઇ ગઇ હોય તેવા કર્મચારીને પણ એક વખત રીપરીંગ માટેની પેશગી મળવાપાત્ર રહેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.