દહેગામ તાલુકાના કનીપુર ગામની યુવતિના સામાજિક રીવાજ મુજબ ચાર વર્ષ પહેલા ખેડા જિલ્લામા રહેતા યુવક સાથે લગ્ન થયા હતા. પરંતુ લગ્નના છ મહિનામાં જ પરણિતાને સાસરીપક્ષના કડવા ઘુંટડા પીવા પડતા હતા. સામાન્ય બાબતમા પતિ નાની નાની વાતોમા માનસિક શારીરિક ત્રાસ આપતો હતો. ચારથી પાંચ વખત સમાધાન કરવા છતા મારઝૂડ કરવામા આવતી હતી. જ્યારે થોડા દિવસો પહેલા પરણિતાએ પતિ પાસે મોબાઇલ માગતા ઉશ્કેરાઇ જઇને મારઝુડ કરવા લાગ્યો હતો. જેથી મહિલા પોલીસ મથકમા સાસરી પક્ષના 3 લોકો સામે ફરિયાદ નોંધાવી હતી.
દહેગામ તાલુકાના કનીપુર ગામની દિવ્યા અશ્વિનભાઇ પટેલે ફરિયાદ નોંધાવી હતી કે, વર્ષ 2019મા સામાજિક રીત રીવાજ મુજબ ખેડાના કાચ્છઇ ગામમા રહેતા અભિ સુનિલભાઇ પટેલ સાથે લગ્ન થયા હતા. ચાર વર્ષના લગ્ન જીવન દરમિયાન એક દિકરીનો જન્મ થયો હતો. જ્યારે લગ્નના શરુઆતના છ મહિના સુધી સાસરીયા સારી રીતે રાખતા હતા. પરંતુ ત્યારપછી પતિ અભિ સામાન્ય વાતોમા હેરાનગતિ કરતો હતો અને માનસિક શારીરિક ત્રાસ આપતો હતો. જ્યારે હુ મારા પતિ અભિનો ફોન જોવા માગુ તો ઉશ્કેરાઇ જતો હતો. જ્યારે પતિનો ત્રાસ સાસુ અલ્પાબેન અને સસરા સુનિલભાઇને કહેતા તે પણ દિકરાનો પક્ષ લેતા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.