ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારની સીમમા આવેલા બોરકુવા ઉપરના કેબલની ચોરીના બનાવો વધારે સારે આવતા હતા. માણસા, કલોલ અને પેથાપુરના બોરકુવા ઉપરની કેબલ કાપીને ચોરી કરવામા આવતી હતી. આ સમસ્યાથી અનેક ખેડૂતો ત્રાહિમામ પોકારી ગયા હતા. ત્યારે કેબલ ચોરી કરતી ગેંગના એક સાગરીતને એલસીબીની ટીમે ઝડપી લીધો હતો. જેમા કેબલ ચોરીના 5 ગુનાનો ભેદ ઉકેલાયો હતો. જ્યારે બે આરોપીને પોલીસે અગાઉ ઝડપી લીધા હતા.
ખેતરમા આવેલા બોર કુવા ઉપરથી કેબલની ચોરી કરતી ગેંગના ત્રાસથી ખેડૂતો કંટાણી ગયા હતા. અનેકવાર એક જ બોરકુવા ઉપરથી ચોરી સામે આવતી હતી. જેને લઇને પાકમાં પાણી આપવાના સમયે જ પાણી નહિ હાપી શકતા પાકમાં પણ નુકશાન થતુ હતુ. ત્યારે લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ જે.એચ.સિંધવની સુચના મુજબ ટીમ કામગીરી કરી રહી હતી. તે દરમિયાન એએસઆઇ હરદેવસિંહ અને મહિપાલસિંહને બાતમી મળી હતી કે, કેબલ ચોરી ગેંગનો મુખ્ય સૂત્રધાર માણસામા રખડી રહ્યો છે. જેને લઇને પોલીસની ટીમ માણસા બજારમા પહોંચી હતી અને બાતમીના આધારે આરોપી કરણસિંહ ઉર્ફે કરણ વિનુજી સોલંકી (રહે, સોલંકીપરા, ઉનાવા)ને ઝડપી લીધો હતો.
આરોપી છેલ્લા બે વર્ષથી પોલીસથી ભાગતો ફરતો હતો. આરોપીને પકડ્યા પછી 5 કેબલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો હતો. જ્યારે બે આરોપી અગાઉ પોલીસના હાથે પકડાઇ ગયા હતા. ઉલ્લેખનિય છેકે, ગેંગ માત્રને માત્ર પશુ ચોરી અને ખેતરમાંથી કેબલ ચોરી કરતી હતી. અગાઉ પણ 6 ગુના આચરી ચૂક્યા છે. આ એક જ વ્યક્તિ સામે કુલ 11 ગુના નોંધાયા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.