ધરપકડ:સાંતેજમાં એલ્યુમિનિયમની ચોરી કરતી ગેંગનો સાગરિત પકડાયો

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચોરીના 4 ગુનાનો ભેદ ઉકેલાયો, 2.37 લાખનો મુદ્દામાલ જપ્ત

કલોલ તાલુકાના સાંતેજ વિસ્તારમા વીજ પ્રવાહ બંધ રહેતા વીજ પોલ ઉપર લાગેલા વાયરોની ચોરી કરતી ગેંગનો સાગરીતને ઝડપી લેવાયો હતો. એલસીબીની ટીમ દ્વારા આરોપીને ઝડપી તેની પાસેથી 2.37 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી હતી. આરોપી દ્વારા વાયર રકનપુર જીઆઇડીસી પાછળ આવેલા તળાવ કિનારે સંતાડવામા આવ્યા હતા. જેને પોલીસે જીઇબીની ટીમને સાથે રાખી જપ્ત કરવામા આવ્યો હતો.

ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ એચ.પી.ઝાલાની સુચના મુજબ ટીમના ડી.એસ.રાઓલ પેટ્રોલીંગ કરી રહ્યા હતા. તે દરમિયાન બાતમી મળી હતી કે, સાંતેજ વિસ્તારમા વીજ વાયરની ચોરી કરતો આરોપી રકનપુર બસ સ્ટેન્ડ પાસે આવ્યો છે. જેને લઇને એલસીબીની ટીમ બાતમીવાળી જગ્યાએ પહોંચી ગઇ હતી. જેમા જગદીશ ભેરામલ કુમાવત (રહે, માનસરોવર રોડ, સાનિધ્ય ફ્લેટ સામે ભંગારની વખારમા, ચાંદખેડા)ને ઝડપી લીધો હતો. આરોપીની પૂછતાછ કરતા સાંતેજ વિસ્તારમા વીજ વાયરના ચાર ગુનાનો ભેદ ઉકેલાયો હતો.

જેમા છ મહિના પહેલા હાજીપુરની સીમમા, નાસ્મેદ સાંતેજ રોડ ઉપર ધોળકા સબ કેનાલ ઉપરથી, ભીમાસણ ગામની સીમમા અને સાંતેજ ગામની સીમમાથી એલ્યુમિનિયમના વીજ વાયરની ચોરી કરી હતી. આરોપીઓ જ્યાં રોડની કામગીરીમા બંધ રાખવામા આવેલા વીજ પોલ ઉપરથી વાયર કાપીને લઇ જતા હતા. જ્યારે વાયરો રકનપુર ગામની જીઆઇડીસી પાછળના ભાગે આવેલા તળાવ કિનારે બાવળની ઝાડીઓમા સંતાડીને રાખવામા આવ્યા હતા. પોલીસે અલગ અલગ બંડલોમા 6240 મીટર વાયર કિંમત 2,37,120નો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...