તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:કુલ સંક્રમિતમાં 232 યુવાવયના, 38 વૃદ્ધ, 46 આધેડ વયના જ્યારે સગીર વયની 4 વ્યક્તિ કોરોનામાં સપડાઈ, શનિવારે વધુ 320 સંક્રમિત

ગાંધીનગર14 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • વધુ 40 દર્દીના મોત અને 198 દર્દી સાજી થઈ
 • માત્ર 3 દિવસમાં 1000 કેસ સાથે કુલ પોઝિટિવનો આંકડો 14238એ પહોંચ્યો

ગાંધીનગરમાં કોરોનાનો કુલ આંકડો 13 હજાર 918 સુધી પહોંચ્યો હતો. ત્યારે આજે વધુ 320 દર્દીઓ ગ્રામ્ય તેમજ કોર્પોરેશન વિસ્તારમાંથી મળી આવતા કોરોનાનો કુલ આંકડો 14 હજાર 238 ઉપર નોંધાઈ ચુક્યો છે. તે સિવાય આજે કુલ 198 દર્દીઓને કોરોનાથી મુક્તિ મળી જતા ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યાં છે. જેની સામે આજે અત્યાર સુધી મૃત્યુ આંક 1484 હતો જ્યારે આજે વધુ 40 દર્દીઓ મૃત્યુ પામતાં જિલ્લામાં મોતનો કુલ આંક 1524 થવા પામ્યો છે.

રાજયના સ્થાપના દિન નિમિત્તે આજથી 18 વર્ષથી વધુ વયના 1920 લાભાર્થીઓને આજે કોર્પોરેશન વિસ્તારના 10 કોવિડ રસીકરણ બુથો પરથી વેક્સિનેશન કરવામાં આવ્યું છે. ત્યારે આજે ગાંધીનગરના ગ્રામ્ય વિસ્તારમાં 160 કોરોનાના કેસો તેમજ કોર્પોરેશન વિસ્તારમાં પણ 160 કોરોના કેસો મળી આવતા કોરોનાનો આંકડો 320 નોંધાયો છે. ત્યારે ગઈકાલે 243 દર્દીઓને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા હતા અને વધુ 198 દર્દીઓ ડીસા થતા બે દિવસમાં કુલ 441 દર્દીઓ કોરોના ને મહાત આપવામાં સફળ નીવડ્યા છે. તો બીજી તરફ 40 લોકોને જીવ ગુમાવવાનો વખત આવ્યો હતો.

આજે પણ ગ્રામ્ય અને શહેરી વિસ્તાર મળીને 320 કેસ કોરોનાના સામે આવ્યા છે. ગ્રામ્ય વિસ્તારની વાત કરીએ તો જિલ્લાના દહેગામ, કલોલ, માણસા તેમજ ગાંધીનગર તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારોમાં 160 કોરોનાં કેસો દફતરે નોંધાયા છે. જ્યારે તેની સામે 92દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.જ્યારે શહેરી વિસ્તારોમાં 160 કોરોના કેસો મળી આવ્યા છે. તો 106 દર્દીઓએ કોરોના સામે વિજય મેળવ્યો હતો.

ત્યારે ગાંધીનગર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોના પ્રતિરોધક રસીનો કુલ એક લાખ 80 હજાર 215 લાભાર્થીઓ ને પ્રથમ ડોઝ તેમજ 51 હજાર 196 લાભાર્થીને બીજો ડોઝ આપી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત 45થી 60 વર્ષના કો મોર્બીટી ધરાવતા અને 60 વર્ષની વય ઉપરના એક લાખ 50 હજાર 485ને પ્રથમ ડોઝ તેમજ 34 હજાર 105 લાભાર્થીને કોરોનાં રસીનો બીજો ડોઝ આપવામાં આવી ચુક્યો છે.

મનપા વિસ્તારમાંથી વધુ 160 કેસ
મનપા વિસ્તારમાંથી નોંધાયેલા 160 કેસમાં સેક્ટર-3માંથી 11, વાવોલમાંથી 10, કુડાસણમાંથી 9, સરગાસણમાંથી 9, સેક્ટર-20માંથી 8, પેથાપુરમાંથી 7, સેક્ટર-7માંથી 8, સેક્ટર-2માંથી 7, સેક્ટર-12માંથી 6, સેક્ટર-30માંથી 6, પાલજમાંથી 5, સેક્ટર-26માંથી 5, સેક્ટર-23માંથી 5, સેક્ટર-24માંથી 5, સેક્ટર-8માંથી 5, સેક્ટર-17માંથી 4, સેક્ટર-19માંથી 4, રાંદેસણમાંથી 4, ઝુંડાલમાંથી 3, રાંધેજામાંથી 1, કોલવડામાંથી 2, ઇન્ફોસીટીમાંથી 2, જીઇબીમાંથી 3, બોરીજમાંથી 2, સેક્ટર-29માંથી 3, સેક્ટર-28માંથી 1, સેક્ટર-27માંથી 2, સેક્ટર-25માંથી 1, સેક્ટર-22માંથી 3, સેક્ટર-21માંથી 2, સેક્ટર-16માંથી 2, સેક્ટર-13માંથી 2, સેક્ટર-6માંથી 2,સેક્ટર-1માંથી 1 કેસ નોંધાયો છે. સંપર્કવાળા 414 વ્યક્તિઓને કોરન્ટાઇન કર્યા છે.

ગાંધીનગરમાં 54, કલોલમાં 30, માણસામાં 39, દહેગામમાં 36 કેસ
દહેગામમાંથી નવા 36 કેસમાં હિલોલમાંથી 4, નગરપાલિકા વિસ્તારમાંથી 5, કડાદરામાંથી 1, કારોલીમાંથી 1, મોટા જલુન્દ્રામાંથી 1, પાસુંજમાંથી 1, ભગુજીના મુવાડામાંથી 1, ડુમેચામાંથી 1, કડજોદરામાંથી 2, લિહોડામાંથી 1, પીપળજમાંથી 2, વડોદમાંથી 1, ચીસકારીમાંથી 1, હરખજીના મુવાડામાંથી 1, પાલુન્દ્રામાંથી 1, બાબરામાંથી 2, નવાનગરમાંથી 1, પાટનાકુવામાંંથી 2, બબલપુરામાંથી 1, સાંપામાંથી 1, ચેખલાપગીમાંથી 1, નાંદોલમાંથી 1, સનોડામાંથી 1, વડવાસામાંથી 1, વાસણા ચૌધરીમાંંથી 1 કેસ નોંધાયો છે. જ્યારે ગાંધીનગરમાંથી 54 કેસમાંથી ડભોડામાંથી 3, દોલારાણા વાસણામાંથી 3, જાખોરામાંથી 3, માધવગઢમાંથી 3, સાદરામાંથી 3, સવજીના મુવાડામાંથી 1, વાસણા રાઠોડમાંથી 1, મોટીભોંયણમાંથી 1, પુન્દ્રાસણમાંથી 1, ટીંટોડામાંથી 3, ચંદ્રાલામાંથી 4, લવારપુરમાંથી 3, મહુન્દ્રામાંથી 1, મોટા ચિલોડામાંથી 2, રતનપુરમાંથી 3, રૂપાલમાંથી 4, સોનીપુરમાંથી 2, વાસણમાંથી 5, અડાલજમાંથી 2, ગોળવન્ટામાંથી 1, ઇસનપુરમોટામાંથી 1, મગોડીમાંથી 2, મેંદરડામાંથી 1, સોનારડામાંથી 1, વીરા તલાવડીમાંથી 1 કેસ નોંધાયો છે. કલોલનાં બોરીસણામાંથી 1, વડસરમાંથી 1, મોટી ભોંયણમાંથી 2, છત્રાલમાંથી 2, દંતાલીમાંથી 1, રાંચરડામાંથી 4, સાંતેજમાંથી 5, સઇજમાંથી 4, અલુવામાંથી 1, સોજામાંથી 1, નગરપાલિકા વિસ્તારમાંથી 8 કેસ નોંધાયા છે. જ્યારે માણસાve આજોલમાંથી 1, બાપુપુરામાંથી 1, ચરાડામાંથી 1, બિલોદરામાંથી 1, ગોવિંદપુરામાંથી 1, ફતેહપુરામાંથી 1, ઇટાદરામાંથી 1, ખરણામાંથી 1, ખડાતમાંથી 1, રંગપુરમાંથી 1, નગરપાલિકા વિસ્તારમાંથી 3, અંબોડમાંથી 2, ગોલથરામાંથી 3, લોદરામાંથી 3, પુંધરામાંથી 4, રીદ્રોલમાંથી 3, દેલવાડમાંથી 3, બદપુરામાંથી 1, માણેકપુરમાંથી 2, પ્રતાપનગરમાંથી 2, રાજપુરમાંથી 1, વરસોડામાંથી 1, વેડામાંથી 1 કેસ નોંધાયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો