તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:વધુ 265 વ્યક્તિ કોરોના સંક્રમિત થયા, 269 દર્દી સાજા થઈ ગયા

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 12 દર્દી કોરોના સામે જંગ હર્યા, કુલ સંક્રમિતમાંથી માત્ર 26 વ્યક્તિ જ હોસ્પિટલમાં દાખલ થઈ

જિલ્લામાં નવા 265 કેસ સાથે કુલ આંકડો 16892એ પહોંચ્યો છે. જોકે સોમવારે સંક્રમિત થયેલા કુલ વ્યક્તિઓમાંથી માત્ર 9.81 ટકા એટલે માત્ર 26 વ્યક્તિઓ જ હોસ્પિટલમાં દાખલ થયા છે. તેમ છતાં ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં જગ્યા નથી તેમ સોમવારે 15 વેઇટીંગ પરથી લાગી રહ્યું છે. જોકે સિવિલ હોસ્પિટલના કુલ 500 બેડમાંથી 304 બેડ ઉપર દર્દીઓ સારવાર લઇ રહ્યા છે.

કોરોનાની બીજી લહેરની વચ્ચે પણ સતત બીજા દિવસે પણ જિલ્લામાં નોંધાયેલા કુલ કેસની સામે કોરોનાને હરાવનાર દર્દીઓની સંખ્યા વધારે રહેવા પામી છે. સોમવારે વધુ 269 દર્દીઓ સાજા થતાં જિલ્લામાં અત્યાર સુધી કુલ 13361 વ્યક્તિઓ કોરોનાથી મુક્ત થયા છે. કોરોનાની સારવાર લઇ રહેલા 12 દર્દીઓના મોતથી કુલ આંકડો 1771એ પહોંચ્યો છે. જોકે દર્દીનું મોત કોરોનાથી થયું છે કે અન્ય બીમારીથી તે તો આરોગ્ય વિભાગના ડેથ ઓડિટ બાદ જ ખબર પડશે.

મનપા વિસ્તારની સરખામણીએ ગ્રામ્ય વિસ્તારમાં હજુ દોઢસોથી વધુ કેસ આવી રહ્યા છે. સોમવારે 150 કેસમાં માણસા તાલુકામાંથી 45, કલોલમાંથી 46, દહેગામ તાલુકામાંથી 32 અને ગાંધીનગર તાલુકામાંથી નવા 27 કેસ નોંધાયા છે. આથી ગામડામાં કોરોનાના સંક્રમણને નિયંત્રિત કરવા માટે આકરા પગલાં જ એકમાત્ર ઉપાય રહ્યો છે. સોમવારે નોંધાયેલા કુલ 265 વ્યક્તિને કોરોનાની ઝપટમાં આવી પરંતુ રાહતની વાત એ છે કે, તેમાંથી માત્ર 26 લોકો જ હોસ્પિટલમાં દાખલ થયાં

જિલ્લાના ચારેય તાલુકામાંથી 150 કેસ
જિલ્લાના ચારેય તાલુકામાંથી સોમવારે 150 કેસ નોંધાયા હતા. તેમાં કલોલ તાલુકામાંથી 46 કેસમાં બોરીસણામાંથી 1, ધાનજમાંથી 1, જાસપુરમાંથી 3, સબાસપુરમાંથી 3, પીયજમાંથી 1, રામનગરમાંથી 1, શેરીસામાંથી 2, છત્રાલમાંથી 6, ડિંગુચામાંથી 1, પાનસરમાંથી 3, નાસ્મેદમાંથી 1, રાંચરડામાંથી 1, સાંતેજમાંથી 1, આરસોડિયામાંથી 1, નગરપાલિકા વિસ્તારમાંથી 20 કેસ નોંધાયા છે. માણસા તાલુકામાંથી નવા 45 કેસમાં ચરાડામાંથી 3, બિલોદારમાંથી 3, હરણાહોડામાંથી 2, પડુસ્મામાંથી 1, સમૌમાંથી 2, ખાટાઆંબામાંથી 3, પરબતપુરામાંથી 1, સોલૈયામાંથી 1, અનોડિયામાંથી 2, ખડાતમાંથી 3, કુવાદરામાંથી 1, મહુડીમાંથી 1, નગરપાલિકા વિસ્તારમાંથી 5, અંબોડમાંથી 2, લોદરામાંથી 4, પુંધરામાંથી 3, રિદ્રોલમાંથી 1, આમજામાંથી 1, બાલવામાંથી 1, અલુવામાંથી 2, પાટણપુરામાંથી 1, વેડામાંથી 2 કેસ નોંધાયા છે. દહેગામ તાલુકામાંથી નવા 32 કેસમાં સાણોદામાંથી 1, નાંદોલમાંથી 3, હાલિસામાંથી 1, ચમ્પલપુરમાંથી 1, પાલેૈયામાંથી 1, લવાડમાંથી 1, વર્ધાનામુવાડામાંથી 1, ધારીસણામાંથી 1, વદોડમાંથી 1, પીપલજમાંથી 1, નાગજીના મુવાડામાંથી 1, મોટી માછંગમાંથી 1, મિર્જાપુરમાંથી 2, લિહોડામાંથી 1, કડજોદરામાંથી 1, હરસોલીમાંથી 1, મદાપુરામાંથી 1, નગરપાલિકા વિસ્તારમાંથી 5, કનીપુરમાંથી 1, કમાલબંધવાસણામાંથી 1, હિલોલમાંથી 4, ડેમલીયામાંથી 1 કેસ નોંધાયો છે. જ્યારે ગાંધીનગર તાલુકામાંથી નવા 27 કેસમાં દશેલામાંથી 1, ધરમપુરમાંથી 1, દોલારાણા વાસણામાંથી 1, જાખોરમાંથી 1, લેકાવાડામાંથી 1, મોતીપુરામાંથી 1, સાદરામાંથી 1, ચંદ્રાલામાંથી 1, ગિયોડમાંથી 1, લવારપુરમાંથી 1, મહુન્દ્રામાંથી 1, પ્રાંતિયામાંથી 2, રતનપુરમાંથી 2, સોનીપુરમાંથી 1, વાસનમાંથી 2, નવા પાલજમાંથી 5, ઉનાવામાંથી 1, અડાલજમાંથી 1, મગોડીમાંથી 1, વાંકાનેરડામાંથી 1 કેસ નોંધાયો છે.

મનપા વિસ્તારના વધુ 115ને કોરોના થયો
મનપા વિસ્તારમાંથી નવા 115 કેસમાં સરગાસણમાંંથી 16, કુડાસણમાંથી 6, સેક્ટર-28માંથી 6, સેક્ટર-26માંથી 6, સેક્ટર-7માંથી 6, સેક્ટર-2માંથી 6, સેક્ટર-3માંથી 5, સેક્ટર-6માંથી 4, સેક્ટર-13માંથી 4, સેક્ટર-17માંથી 4, સેક્ટર-21માંથી 5, સેક્ટર-24માંથી 5, સેક્ટર-29માંથી 4, વાવોલમાંથી 4, ભાટમાંથી 3, ખોરજમાંથી 1, પોરમાંથી 1, સુઘડમાંથી 1, કોબામાંથી 1, અમિયાપુરમાંથી 1, ઇન્દ્રોડામાંથી 1, રાંદેસણમાંથી 1, રાયસણમાંથી 2, પેથાપુરમાંથી 2, જીઇબીમાંથી 2, પાલજમાંથી 2, સેક્ટર-30માંથી 2, સેક્ટર-27માંથી 3,સેક્ટર-23માંથી 3, સેક્ટર-22માંથી 2, સેક્ટર-19માંથી 2, સેક્ટર-16માંથી 1, સેક્ટર-14માંથી 1, સેક્ટર-12માંથી 1, સેક્ટર-8માંથી 1 કેસ નોંધાયો છે.

અન્ય સમાચારો પણ છે...