આગ લાગવાની ઘટના:પીપળજની શાળાના સ્ટોરરૂમમાં આગથી ફાઈલો સહિતનો સામાન બળીને ખાક

ગાંધીનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આગ લાગી કે લગાવાઈ? સ્ટોરરૂમમાં કોઈ સ્વિચબોર્ડ કે વાયરિંગ જ નથી
  • શુક્રવારની ઘટનામાંં સવારે શાળામાં કોઇ ન હોવાથી જાનહાનિ ટળી હતી

ગાંધીનગર તાલુકાના પીપળજની પ્રાથમિક શાળામાં શુક્રવારે સવારે આગ લાગવાની ઘટના બની હતી. જોકે સ્કૂલમાં આ સમયે કોઈ ન હોવાને પગલે કોઈ જાનહાની, દાઝવા કે વાગવાની ઘટના બની છે. ઘટનાની વિગતો પ્રમાણે પીપળજ ખાતે પ્રાથમિક શાળાના સ્ટોર રૂમમાં સવારના સમયે ધૂમાળા નીકળવા લાગ્યા હતા. આ સમયે ગામના અગ્રણી તેજેન્દ્રસિંહ વાઘેલાની નજર પડતાં તેઓ તાત્કાલિક સ્કૂલ ખાતે દોડી આવ્યા હતા. આ તરફ ગામના અન્ય લોકોને પણ સ્કૂલ ખાતે ધસી આવ્યા હતા.

જોકે આગ પર જાતે કાબૂ મેળવવો શક્ય ન લાગતાં ગ્રામજનોએ તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરી હતી, જેને પગલે સબ ફાયર ઓફીસર રાજુભાઈ સહિતના સ્ટાફ તાત્કાલિક પીપળજ ખાતે પહોંચી ગયો હતો. ફાયરના જવાનાઓ આગને કાબૂમાં લેવાની સાથે શક્ય હોય તેટલો સામાન બચી જાય તેવી રીતે કામગીરી શરૂ કરી દીધી હતી. ફાયરના જવાનોએ પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે તે પહેલાં સ્ટોરરૂમમાં પડેલા ડેસબોર્ડ, બંધ કૂલર, પતરા, રાચરચીલું સહિતનો સામન બળી ગયો હતો.

સ્ટોરરૂમમાં બે પટારામાં રાખેલી કેટલીક ફાઈલો પર આગમાં બળી ગઈ હતી. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી. જોકે સ્ટોરરૂમમાં કોઈ જ પ્રકારનું કોઈ સ્વીચબોર્ડ કે વાયર હતું નહીં જેને પગલે શોર્ટસર્કિટ થવાનો કોઈ પ્રશ્નો ઉભો થતો નથી. ત્યારે આગ ખરેખર લાગી છે કે કોઈ લગાડી હતી તે પણ એક સવાલ છે.

શાળા શરૂ થવાના 1 કલાક પહેલાં આગ લાગી, જુનો રેકોર્ડ બળ્યો
ગામના અગ્રણીએ સવારે 10 વાગ્યાના સુમારે આગની ઘટના જોઈ હતી, જેને પગલે આગ તેના પાંચ કે દસ મિનિટ પહેલાં શરૂ થઈ હોવાની શક્યતા છે. શાળા શરૂ થવાનો સમય 10:50નો છે, એટલે આગની ઘટના સમયે શાળામાં કોઈ હાજર ન હતું. જેને પગલે કોઈ ભાગદોડ પણ થઈ ન હતી. પરંતુ આગ લાગવાનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી, ત્યારે આગમાં શાળાનો કેટલોક જૂનો રેકોર્ડ બળી જતાં શાળા દ્વારા આ દિશામાં કામગીરી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...