ભીષણ આગ:ગાંધીનગરની ફોરેન્સિક સાયન્સ યૂનિ.ના સ્ટુડિયોમાં શોર્ટ સર્કિટથી આગ લાગી, સદનસીબે જાનહાનિ ટળી

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફાયર બ્રિગેડની ટીમે સત્વરે કામગીરી કરી આગ પર કાબૂ મેળવી લીધો

ગાંધીનગર સેક્ટર - 9 માં આવેલી નેશનલ ફોરેન્સિક સાયન્સ યૂનિવર્સિટી ખાતે આવેલા ગેસ્ટ હાઉસનાં સ્ટુડિયો એપાર્ટમેન્ટનાં રૂમમાં આગ લાગી હતી. એસીમાં શોર્ટ સર્કિટ થવાથી ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. જોકે, ફાયર બ્રિગેડની ટીમે સત્વરે પહોંચી જઈને આગને વધુ પ્રસરતા અટકાવી આગ પર કાબૂ મેળવ્યો હતો.

સ્ટુડિયો ખાતેના રૂમમાં અચાનક આગ લાગી
દેશ વિદેશમાં પ્રખ્યાત ગાંધીનગરના સેક્ટર - 9 ખાતે સ્થિત નેશનલ ફોરેન્સિક સાયન્સ યૂનિવર્સિટીના ગેસ્ટ હાઉસના સ્ટુડિયો એપાર્ટમેન્ટમાં આજે રૂમ નંબર - 203માં અચાનક આગ લાગી હતી. જેનાં કારણે સ્ટાફ મેમ્બર્સ ગભરાઈ ગયા હતા. બનાવની જાણ થતાં યૂનિવર્સિટીનાં સત્તાધીશો પણ સ્થળ પર દોડી ગયા હતા. જોતજોતામાં આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરી હતી.

ફાયરની ટીમ તાત્કાલિક દોડી આવી
આ આગની ઘટનાને પગલે ગાંધીનગર ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતાં ફાયરની ટીમ તાત્કાલિક નૅશનલ ફોરેન્સિક સાયન્સ યૂનિવર્સિટી ખાતે પહોંચી ગઈ હતી અને સત્વરે આગ પર કાબૂ મેળવી લઈ આગને વધુ પ્રસરતા અટકાવી દેવામાં આવી હતી. જોકે, રૂમનું એસી સહિતનો અમુક સામાન બળી ગયો હતો. સદનસીબે આગમાં કોઈ જાનહાનિ થઈ ન હતી.

આગ ઉપર કાબૂ મેળવી લેવામાં આવ્યો
આ અંગે ફાયર બ્રિગેડના સૂત્રોએ જણાવ્યું હતું કે, નૅશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ખાતે આગ ઉપર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં રૂમના એસીમાં શોટ સર્કિટ થવાથી સ્પાર્ક થયો હશે જેના કારણે આગ લાગી હતી.

અન્ય સમાચારો પણ છે...