દુર્ઘટના:ડભોડામાં ઘાસ ભરેલા ગોડાઉનમાં આગ લાગતા મચેલી અફરાતફરી

ગાંધીનગર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડભોડાના દાદુનગરમાં સુકો ઘાસચારો ભરેલા ગોડાઉનમાં ફટાકડાથી આગ લાગતા અફરાતફરી મચી ગઇ હતી. - Divya Bhaskar
ડભોડાના દાદુનગરમાં સુકો ઘાસચારો ભરેલા ગોડાઉનમાં ફટાકડાથી આગ લાગતા અફરાતફરી મચી ગઇ હતી.
  • ગોડાઉનમાં ફટાકડાના કારણે એકાએક આગ ભભૂકી ઊઠી હતી
  • ગાંધીનગર ફાયર બ્રિગેડની ટીમે પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો હતો

ડભોડાના દાદુનગરમા રોડ ઉપર આવેલા એક ઘાસ ભરેલા ગોડાઉનમા ફટાકડાથી આગ ભભુકી ઉઠી હતી. જેને લઇને અફરા તફરી મચી ગઇ હતી. આગમા સમગ્ર ઘાસચારો બળીને રાખ થઇ ગયો હતો. આ બનાવની જાણ ગાંધીનગર ફાયર બ્રિગેડને કરવામા આવતા ટીમે પહોંચીને આગ ઉપર કાબુ મેળવ્યો હતો.

મળતી માહિતી મુજબ ગાંધીનગરના ડભોડામા આવેલા દાદુનગરમા એક ફાર્મ હાઉસ પાસે આવેલા ગણપતભાઇ ગાંડાભાઇ પટેલના ગોડાઉનમા પશુઓ માટે સુકો ઘાસચારો જેમા જારના પુરા, ઘઉની પરાળ, ડાગરના પુરા અને બાજરીના પુરા ભરવામા આવ્યા હતા.

તે સમયે આસપાસમાંથી ફટાકડાનો તણખો ઉડીને ઘાસમાં પડતા એકા એક આગ ભભુકી ઉઠી હતી. સુકો ઘાસચારો હોવાના કારણે આગ ઝડપથી ફેલાઇ રહી હતી.જેને લઇને આ બનાવની જાણ ગાંધીનગર ફાયર બ્રિગેડને કરવામા આવતા ફાયરની ટીમ બનાવ સ્થળે પહોંચી ગઇ હતી અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો.

આ બનાવમાં અંદાજિત 5 લાખ રૂપિયાનુ નુકશાન થયુ હોવાનુ ગોડાઉન માલિકે જણાવ્યુ હતુ. ઉલ્લેખનિય છેકે, ગ્રામ્ય વિસ્તારમા ખુલ્લા મેદાનમા ઘાસ ભરવામા આવતુ હોવાથી દિવાળીના સમયે ફટાકડાના કારણે આગના બનાવ સામે આવતા હોય છે.