વહેલાલની સીમમાં માટી પુરાણ કરતા કરતા ડમ્પરમાંથી માટી ઠાલવતા ઉપરથી પસાર થતી ચાલુ વિજવાયર સાથે અડી જતા ડમ્પરના નીચેના ભાગે આગલાગી હતી. સદનસીબે ડમ્પર ચાલક મોકો જોઈ કૂદી પડતા જાનહાનિ ટળી હતી. આગની જ્વાળાઓથી ધુમાડાના ગોટેગોટા આકાશમાં જોવા મળતા સિમ અને ગામમાંથી લોકોના ટોળેટોળા આગ જોવા ઉમટી પડ્યા હતા.
આ ઘટનામાં ડમ્પરમા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા અમદાવાદ ફાયરબ્રિગેડને કોલ કરતા જ તાત્કાલિક ફાયરબ્રિગેડ ઘટના સ્થળે પહોંચી હતી.જોકે ફાયરબ્રિગેડ પહોંચે તે પૂર્વે ડમ્પરની ડીઝલ ટેન્કમા આગ લાગતા ડમ્પરનો કેબિન પાછળનો નીચેનો ભાગ આગની જ્વાળાઓમાં લપેટાયો હતો.
ફાયરબ્રિગેડે આવી પાણીનો મારો ચલાવતા આગ બુઝાઈ હતી.જોકે આગ બુઝાઈ ત્યાસુધીમાં ડમ્પરના ટાયર ડીઝલ ટેન્ક સહિતનો ભાગ આગમાં ખાખ થઇ ગયો હતો અને ડમ્પરને વ્યાપક નુકશાન થયું હતું.કલાકો સુધી વિજલાઈનમાંથી વીજપુરવઠો મેળવતા ખેડૂતોને વીજ સપ્લાય ખોરવાયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.